લિન્ડોસ: રોડોસની પ્રાચીન રાજધાની

વીક એન્ડ

અરાઉન્ડધવર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

ગ્રીસમાં ગધેડા અત્યંત મહત્ત્વના છે ત્ો કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. અહીં ગધેડાની પ્ાૂજા તો નથી થતી, પણ ‘રિસ્પ્ોક્ટ ધ ગ્રીક ડોન્કી’ લખેલાં ટી-શર્ટ જરૂર મળી જાય છે. ત્ોમાંય અમે લિન્ડોસ જવાનાં હતાં. લિન્ડોસનું તો જાણે અનઓફિશિયલ પ્રતીક જ ગધેડું છે. ક્યાંક ગોગલ્સ પહેરેલું તો ક્યાંક સિગરેટ ફૂંકતું ગધેડાનું કાર્ટૂન, ફ્રિજ મેગ્ન્ોટથી માંડીન્ો ઓઇલ પ્ોઇન્ટિંગ સુધી અહીં ગધેડાન્ો દરેક જગ્યાએ સ્થાન મળ્યું છે. અમે રિસોર્ટ પરથી લિન્ડોસ જવા નીકળીએ ત્યારે ગધેડા અંગ્ો એક અગત્યનો નિર્ણય લેવાનો બાકી હતો.
લિન્ડોસમાં ત્યાંની મુખ્ય આર્કિયોલોજિકલ સાઇટ એક ટેકરી પર છે. ત્ો ટેકરી સુધી હાઇક કરીન્ો તો જઈ જ શકાય છે, પણ બીજો લોકપ્રિય રસ્તો છે ત્યાં ગધેડા પર બ્ોસીન્ો જવાનો. ઘોડા કે ખચ્ચરનો આવો ઉપયોગ પ્રાચીન સમયમાં તો વ્યાપક હતો ત્ો વાત કંઈ નવી નથી, પણ આજે એનિમલ રાઇટ્સની દ્રષ્ટિએ પણ આ પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ રહી છે. લિન્ડોસમાં ક્યાં જવું, શું જોવું અન્ો શું કરવું એ વાતની સર્ચમાં ગધેડા રાઇડનો નંબર ઘણો ઉપર આવેલો. પણ અમે લોકો છેક જર્મનીથી ચર્ચા કરતાં આવેલાં કે ગધેડાન્ો હેરાન નથી કરવું. આમ પણ અમે વિવિધ સાઇઝના આઠ મિત્રો પ્રાણીઓન્ો તકલીફ આપવાનાં મૂડમાં જરાય ન હતાં.
લિન્ડોસ જવામાં ટેક્સીમાં વીસ મિનિટ લાગ્ો છે અન્ો બસમાં પણ. રિસોર્ટના રિસ્ોપ્શન પરથી બસનું ટાઇમટેબલ મળી ગયેલું. બસ માટે પણ માંડ પચાસ મીટર ચાલવું પડ્યું. સવારે મોટો નાશ્તો કરીન્ો અમે સ્ટેશન સમયસર જઈન્ો ઊભાં તો રહી ગયાં, પણ વીસ મિનિટ તો બસ જ મોડી પડી. ત્યાં સ્થાનિક લોકોનું એટિટ્યૂડ હતું કે બસ આવે તો આવે, ત્ોનો કંઈ ભરોસો નહીં. અંત્ો બસ આવી અન્ો રસ્તામાં કિઓતારીથી લિન્ડોસ વચ્ચેનાં ગામનાં ઘરો જોઈન્ો પણ જાણે ગ્રીસ સંસ્કૃતિનો જ અનોખો અનુભવ મળી રહૃાો હતો.
સતત એક પછી એક ઓલિવ ઓઇલ ખેતર, કાફે, ઘરોની બહાર રંગીન ડિઝાઇન્સ, ફૂલો અન્ો લોકો, બધું જોઈન્ો અમે રિસોર્ટની બહારનાં કોઈ અલગ શહેરમાં આવી ગયાં હોઈએ એવું લાગતું હતું. લિન્ડોસનું બસ સ્ટોપ પણ એક ટેકરી પર જ છે. ત્યાંથી તળેટીમાં ટાઉન સ્ોન્ટર છે. અન્ો ટાઉન સ્ોન્ટરમાંથી પોળ જેવી ગલીઓમાં થઈન્ો ત્યાં સામેની ટેકરી પરના ક્લિફ ટોપ એક્રોપોલિસ પહોંચવાનું હતું. તળેટીમાં જ એક રસ્તો ટેકરી તરફ જતો હતો અન્ો બીજો રસ્તો બીચ તરફ.
આઠમાંથી ત્રણ જણા તો નીચે તળેટી પહોંચતાં સુધીમાં જ ફસકી ગયાં. બધાં ચાલીન્ો પોળમાં અંદર ઘૂસતાં હતાં, ત્યારે એ ત્રણેય તો એક કાફેમાં ઘૂસી ગયાં. નીચે પાછાં આવો ત્યારે અમારો વોટ્સએપ પર કોન્ટેક્ટ કરજો એવું પણ ત્ોમણે અમન્ો વોટ્સએપ પર જ કહૃાું. નીચે દરિયાનો કેટલોક હિસ્સો પથરાળ હતો, સ્ોન્ટરના ચોકમાં ટેક્સી સ્ટેન્ડ અન્ો થોડીક બ્ોન્ચ હતી. બાકી એક રેલિંગની પાછળ થોડું વેજિટેશન અન્ો ગ્રીસનો સ્પ્ોશિયલ બ્લૂ કલરવાળો દરિયો. અહીંથી ઓલ્ડ સિટીની પોળ જેવી ગલીમાં એક જ એન્ટ્રી શક્ય હતી. અન્ો ત્યાં જ જમણી બાજુએ ગધેડાઓનો તબ્ોલો હતો. અહીંથી જ ઘણાં લોકો સવારી લઈન્ો એક્રોપોલિસ સુધી જતાં અન્ો ગ્રીક અનુભવ લેતાં હતાં. જોકે કોરોનાકાળમાં બાકીના બિઝન્ોસની જેમ ગધેડાની સવારીની પણ હજી ફૂલ લેજ્ડ શરૂઆત થઈ ન હતી. અમન્ો ત્યાં સવારી કરવામાં રસ પણ ન હતો. હા, જિજ્ઞાસા જરૂર હતી. ત્ો તબ્ોલાની બહાર ગધેડા તો જોવા ન મળ્યા પણ ત્ોનાં પ્રતીકો અન્ો વાતો તો ચાલ્યા જ કર્યા.
લિન્ડોસમાં શહેરની સ્થાપના સમયથી આ ગધેડાંનો તબ્ોલો અન્ો એક્રોપોલિસની ટેકરી આમના આમ છે. એક જમાનામાં આ શહેર આખાય ટાપુની રાજધાની હતું. એટલે જ આજે પણ ત્યાંની બજાર, ઘરોની સંખ્યા અન્ો એક્રોપોલિસનું ભવ્ય કદ જોઈન્ો શહેર એક જમાનામાં મહત્ત્વનું રહૃાું હોવું જોઇએ એ સ્પષ્ટ નજરે પડે જ છે. તબ્ોલાની સામે કાફે, પછી સિરામિક સ્ટોર અન્ો પછી સ્થાનિક કાપડનો સ્ટોર અન્ો નાશ્તાની દુકાન આવ્યાં. અન્ો એક પછી એક દુકાન, કાફે અન્ો ઘરની હારમાળા એવી રીત્ો શહેરન્ો અમારી સામે ખૂલતી ગઈ હતી કે જાણે આ ઓલ્ડ સિટી નાના આંતરડાની જેમ ગ્ાૂંચવાઈન્ો પડ્યું હતું. અહીં બીજી તરફ પહોંચીન્ો ટેકરી ચઢવાની શરૂઆત થવાની હતી, પણ અમારો ઘણો સમય આ પોળમાં જ જતો રહૃાો.
ત્ોમાંય દરેક ખૂણે બ્ો દ્રશ્યો દેખાતાં હતાં. આરામથી પડેલી બિલાડીઓ અન્ો તાજી ઓરેન્જનો ઢગલો. લોકો ચાલતાં ચાલતાં ફ્રેશ ઓરેન્જ જ્યુસની બોટલો લેતાં જતાં હતાં. એપ્રિલમાં ગરમી એવી ચાલુ થઈ ચૂકી હતી કે તાજા, ઠંડા ઓરેન્જ જ્યુસનું મહત્ત્વ પણ ત્ો દિવસ્ો વધુ પડતું લાગતું હતું. અમે દુકાનોમાં સ્થાનિક કુંભાર, આર્ટિસ્ટ અન્ો પ્ોઇન્ટરનાં કામમાં ખોવાયેલાં હતાં, ત્યારે કાફેમાં બ્ોસી ગયેલું ગ્રુપ અમન્ો વોટ્સએપ પર ગ્રીક નાશ્તા, ઠંડી બિયર અન્ો આઇસક્રીમના ફોટા મોકલી રહૃાું હતું. જાણ્યે અજાણ્યે બંન્ો ગ્રુપમાં કોણ વધુ મજા કરી રહૃાું છે એની કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ. અમે પણ હાથમાં આઇસક્રીમનો કોન તો લઈ જ લીધો, પણ ત્ોમન્ો આ શહેરનું ઊંડાણ અનુભવવા મળવાનું ન હતું. વળી આ ગલીનાં ઘણાં માળખાંઓમાં કાફે તો હતું, સાથે એક એરો ઉપર તરફ પોઇન્ટ કરીન્ો કહેતો હતો કે અહીં રૂફ ટોપ બાર છે. લિન્ડોસના ઓલ્ડ સિટીનાં મોટા ભાગનાં કાફેઝની છત પર વ્યુવાળી બ્ોઠકો છે.
ખીચોખીચ ભરાયેલી ગલીઓમાં મ્યુઝિયમ અન્ો ચર્ચ પણ હતાં જ. લિન્ડોસમાં હજી બ્ો કલાક પણ નહોતા થયા, અન્ો અમે લિન્ડોસના પ્રેમમાં પડી ગયાં હતાં. હજી શહેરનાં જેમ્સ તો જોવાનાં બાકી જ હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.