સેંટ પોલ્સ બેયમાં છે લિન્ડોસનું દિલ…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

લિન્ડોસ એક્રોપોલિસથી ઊતરીન્ો બીચ પહોંચવામાં ઘણાં પિટસ્ટોપ થયાં. મેગાલી પરાલિયા નામે લિન્ડોસનો મેઇન બીચ આમ તો સાવ સીધા રસ્ત્ો હતો, પણ એક્રોપોલિસથી સટાસટ નીચે આવવાન્ો બદલે અમે ટહેલતાં ટહેલતાં નીચેે આવ્યાં. રસ્તામાં સુવિનિયર શોપિંગ થઈ, નાશ્તો થયો અન્ો સાંજ પડ્યે રિસોર્ટ પાછાં પહોંચવાની ઇચ્છા પણ હતી જ. અમારી બીચ પર મોજૂદ ટોળકીએ બીચ અમ્બ્રેલા અન્ો લાઉન્જર બુક કરાવીન્ો રાખી હતી. ત્ો બધાં તો અમે પહોંચ્યાં ત્યારે ઘસઘસાટ સ્ાૂતાં હતાં. ત્ોમણે પોતાનું જે લોકેશન ડ્રોપ કર્યું ત્ો જાણી જોઈન્ો એક્રોપોલિસથી સૌથી દૂર હોય ત્ોવું લાગ્યું. બીચ તો ક્યારનો ચાલુ થઈ ગયેલો, પણ ત્ોમના સુધી પહોંચવામાં અમન્ો વધુ દસ મિનિટ લાગી ગઈ. મજાની વાત એ છે લિન્ડોસ બીચ એટલો મોટો પણ નથી, બસ ત્ોમણે બીજો છેડો પસંદ કર્યો હતો. એક વાર ત્યાં પહોંચ્યા પછી તો પાણીમાં જવા સિવાય કોઈ રસ્તો જ ન હતો. સ્થાનિક યંગસ્ટર્સનું ટોળું અહીં બ્ૉડમિન્ટન, બીચ વોલીબોલ વગ્ોરે રમી રહૃાું હતું. લિન્ડોસના બીચ પરથી એક્રોપોલિસ વધુ ભવ્ય લાગતું હતું. પાણીમાં ઊભાં રહીન્ો ત્ો ઐતિહાસિક ટેકરીન્ો તાકી રહેવાનું ખરેખર વેકેશન મૂડ બનાવતું હતું.
રોડોસમાં મોટાભાગના બીચ પથરાળ છે. જ્યાં પણ રેતી છે, ત્ો પાછળથી નાખવામાં આવી છે. જોકે લિન્ડોસના આ મેગાલી પરાલિયામાં એવું નથી. આ બીચ એવા લગ્ાૂન પર સ્ોટ છે કે અહીં તો મોજાં પણ માંડ માંડ આવે છે. પાણીમાં અડધા કિલોમીટર જેટલુું તો ગોઠણ સુધી ચાલીન્ો અંદર જઈ શકાય એટલો છીછરો પણ છે. કોઈ પણ પ્રકારની વોટર ગ્ોમ્સ માટે અહીં પરફેક્ટ સ્ોટિંગ છે. બોટિંગ અન્ો કાયાકિંગ માટે અડધાં ત્ૌયાર થયાં, બાકીનાંએ થોડી વાર બીચ પર પડ્યાં રહીન્ો આગળ સ્ોંટ પોલ્સ બીચ તરફ જવાનો પ્લાન બનાવ્યો. ખાસ કરીન્ો અમે લોકોએ એક્રોપોલિસ પરથી સ્ોંટ પોલ્સનો એવો વ્યૂ જોયો હતો કે ત્ોન્ો નજીકથી પણ અનુભવવાનું ચૂકવું ન હતું. જોકે સ્ોંટ પોલ્સ પહોંચવા માટે ફરી કોરા થાઓ, સારી રીત્ો ખંખેરો કે શાવર લો, સુકાવાની રાહ જુઓની પ્રોસ્ોસ ચાલુ થઈ. આ બધું ભરઉનાળે તો સાવ સરળ લાગ્ો, પણ ત્ો સમયે ઇસ્ટરમાં માંડ માંડ તડકો આવતો હતો. એવામાં જેવું વાદળું આવતું કે જો ભીનાં હોઇએ કે પાણીમાં હોઇએ તો રીતસરની ઠંડી લાગવા માંડતી હતી.
સ્ોંટ પોલ્સની મજા એ હતી કે ત્યાં જે પણ હોય ત્ોન્ો આ બીચ પોતાનો પ્રાઇવેટ બીચ છે એવું જ લાગ્ો. જોકે પબ્લિક તો અહીં પણ હતી જ, વળી એક નાનકડું ચેપલ હતું ત્યાં કોઈનાં લગ્નની વિધિ અન્ો પાર્ટી પણ ચાલુ હતી. અહીં ખરેખર ફિલ્મ ‘મમ્મા મિયા’ સ્ટાઇલનાં ગ્રીક લગ્ન કરવાનું શક્ય હતું. લિન્ડોસ એટલું અપ્રોચેબલ અન્ો પારંપરિક છે કે આ ચેપલમાં એ સ્ટાઇલનાં લગ્નો દિવસમાં બ્ો તો મિનિમમ થતાં જ હશે અન્ો લોકો દુનિયાભરથી અહીં ડેસ્ટિન્ોશન વેડિંગ માટે આવી પહોંચતાં હશે ત્ોમાં કોઈ નવાઈ નથી. સ્ોંટ પોલ્સ પર પણ મેગાલી પરાલિયાની જેમ અલગ કાફે છે. અહીં થોડા કલાકો વિતાવીન્ો માણસ પોતાની જ કોઈ આગવી દુનિયામાં હોય ત્ોવું લાગતું હતું.
આમ તો સ્ોન્ટોરીનીથી માંડીન્ો મિકાનોસમાં ઘણા ગોર્જિયસ બીચ છે જ, પણ ત્ોનાં લોકેશન અન્ો એલિમેન્ટ્સના કારણે લિન્ડોસનો આ ટચૂકડો સ્ોંટ પોલ્સ બ્ોયનો બીચ પણ ગ્રીસના જ નહીં દુનિયાના ટોપ બીચમાંનો એક માનવામાં આવે છે. ખાસ તો આ મહત્ત્વનું એટલા માટે છે, કારણ કે ગ્રીસ જાણે બીચના સમૂહથી બન્ોલી કંટ્રી બની ગઈ છે. અહીં બ્ો રીત્ો ટ્રાવેલ થઈ શકે, કાં તો એક આર્કિયોલોજિકલ સાઇટથી ફરો, અથવા એક બીચથી બીજા બીચ. ત્ોમાં ક્યારેક ટાપુ બદલાઈ જાય તો ત્ોન્ો આયલેન્ડ હોપિંગનું નામ મળી જાય છે. લિન્ડોસના આ સ્થળનો હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’માં પણ ઉલ્લેખ છે જ. એક લોકવાયકા એ પણ છે કે એક નાનકડી બોટમાં સ્ોંટ પોલ અહીં આવી પહોંચેલા અન્ો ગ્રીસમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરેલો. ગ્રીસમાં ધાર્મિક માન્યતાઓ અન્ો કલ્ચરનું બાકીના યુરોપ કરતાં અલગ ચલણ છે.
સ્ોંટ પોલ્સમાં બીચ નાનકડો હોય ત્ોવું લાગ્ો તો છે, પણ ત્ોના પણ બ્ો ભાગ છે. એક તરફ કોમર્શિયલ લાઉન્જર પડેલી છે. મોટાભાગની જનતા ત્યાં જ ટાઇમ પાસ કરવા પહોંચી જાય છે. બીજા હિસ્સામાં ચેપલ અન્ો ફેમિલી પિકનિક થઈ શકે ત્ોવો વિસ્તાર છે. આમ જ સ્નોર્કલ કરવા કૂદી પડવું હોય તો ત્ોના માટે પણ અહીંનો દરિયાનો હિસ્સો પરફેક્ટ લોકેશન છે. સ્ોંટ પોલ્સમાં અમે આટલાં મોડાં કેમ પહોંચ્યાં ત્ોનો અફસોસ થતો હતો. અહીં તો સવારથી સાંજ સુધી બસ બ્ોસીન્ો ખરું રિલેર્ક્સિંગ વેકેશન બનાવવાની ઇચ્છા થાય ત્ોવું હતું. બસ વાત એમ છે કે રોડોસમાં એવા ઘણા ખૂણાઓ છે જ્યાં એમ જ પડ્યા રહેવાની ઇચ્છા થયા કરે. લિન્ડોસના આ બીચની મજા એ છે કે ત્ો જે બ્ોયમાં છે, ત્ોનો શેપ પણ જાણે હાર્ટનો જ છે. રોડોસનું દિલ તો સ્ોંટ પોલ્સમાં જ છે.
ત્ો દિવસ્ો હજી અમે સવારે જ લિન્ડોસ પહોંચેલાં. સાંજ સુધીમાં તો જાણે અમે ત્ો ટાપુનાં જ થઈ ગયાં હોઇએ એવું લાગતું હતું. સાંજે રિસોર્ટ પર ડીનર બંધ થાય ત્ો પહેલાં ત્યાં પહોંચવાનું હતું. છેલ્લી બસ તો સાડા પાંચે ચાલી ગઈ હતી. અમે ત્રણેક ટેક્સી રોકી અન્ો અત્યંત મજેદાર, ટિપિકલ ગ્રીક દિવસનો જાણે અચાનક જ અંત આવી ગયો હોય ત્ોવું લાગ્યું. કોણ જાણે કેમ, લિન્ડોસથી મન ભરાયું ન હતું. ભવિષ્યમાં ક્યારેક આ રિજનમાં ફરી આવવાનું થાય તો રિસોર્ટન્ો બદલે આ નાનકડા શહેરમાં કોઈ સ્થાનિક એપાર્ટમેન્ટ લઈન્ો લાંબું રહી શકાય, રોજ કોઈ ટાવર્નમાં કોફી અન્ો કેકથી દિવસ શરૂ થાય, બપોર સુધી બીચ પર જઈન્ો વાંચવાનું કે લખવાનું, વળી કોઈ બીજી ટાવર્નમાં ગ્રીલ્ડ સીફૂડ માણીન્ો બીચ પર ન્ોપ લઈન્ો સાંજે બીચમાં જ થોડી ડૂબકી લગાવવાની, ફરી સનસ્ોટ સાથે વાંચતા વાંચતા દિવસ પ્ાૂરો કરવાનો. આ વિચાર તો આવે છે, પણ ત્ોવો એક દિવસ વિતાવીન્ો ફરી ક્યાંક નીકળી પડવાનું મન થયા કરે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.