Homeઆપણું ગુજરાતઅમદાવાદ અટલ બ્રીજ પર મુલાકતીઓની મર્યાદા નક્કી કરાઈ, ઓડીસાનો ધબલેશ્વર હેંગિંગ બ્રિજ...

અમદાવાદ અટલ બ્રીજ પર મુલાકતીઓની મર્યાદા નક્કી કરાઈ, ઓડીસાનો ધબલેશ્વર હેંગિંગ બ્રિજ એક દિવસ માટે બંધ

ગઇકાલે મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 143 લોકોએ જીવ ગુમાવ્યા છે. દુનિયાભરમાંથી આ ઘટના અંગે દુઃખ વ્યકત કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ આવી અનિચ્છનીય ઘટના ના બને એ માટે રાજ્યના પ્રવાસન સ્થળોએ આગમચેતીના પગલાં માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ પર મુલાકતીઓની મહતમ સંખ્યા અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યા મર્યાદીત કરવામાં આવી છે. હવે દર કલાકે માત્ર 3000 હજાર મુલાકાતીતઓને જ પ્રવેશ આપવામાં આવશે.
નોંધનીય છે કે ગઈ કાલે રવિવારે 35 હજાર લોકોએ અટલ બ્રીજની મુલાકાત લીધી હતી. સવારે 9 વાગ્યાથી સાંજના 8.30 વાગ્યા સુધી ટિકિટ અપાઈ હતી.
મોરબીની દુર્ઘટના બાદ ઓડીસાના કટક જિલ્લાના વહીવટી તંત્રએ સંપૂર્ણ સલામતી નિરીક્ષણ હાથ ધરવા માટે ધબલેશ્વર હેંગિંગ બ્રીજ એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. કટક કલેક્ટરે માહિતી આપી હતી કે કટક જિલ્લાના અથાગઢમાં મહાનદી નદીના પર એક ટાપુ પર સ્થિત ધબલેશ્વર મંદિરને જોડતો ઝૂલતો પુલ સલામતી નિરીક્ષણની સુવિધા માટે મંગળવારે બંધ રહેશે. બ્રિજ પાસે ફાયર સર્વિસ અને ODRAFના જવાનોને તૈનાત કરવામાં આવશે. અમે લોકોને બોટ દ્વારા મંદિરની મુલાકાત લેવાની અપીલ કરીએ છીએ.
મહાનદી પરનો ઝૂલતો પુલ 2006 માં બાંધવામાં આવ્યો હતો અને તેની ક્ષમતા એક સમયે 600 લોકોની જવાની છે. જો કે, મોરબી બ્રિજ દુર્ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્રે સોમવારે 200 શ્રદ્ધાળુઓની ક્ષમતા મર્યાદિત કરી હતી.

RELATED ARTICLES

Most Popular