Homeપુરુષયોગના સંયોગથી સમાગમ બને છે સ્વસ્થ

યોગના સંયોગથી સમાગમ બને છે સ્વસ્થ

લાઈમ લાઈટ – લોકમિત્ર ગૌતમ

વિશ્ર્વ જેમજેમ આધુનિક બનતું જાય છે, તેમ તેમ યુવાનો માટે વધુ ને વધુ હરીફાઈ અને તણાવથી ભરેલું પણ બનતું જાય છે. તેની સીધી અસર યુવાનોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પડતી જોવાઈ રહી છે. તેટલુંજ નહિ તેની અસર લોકોના અંગત જીવન ઉપર પણ જોવા મળે છે. સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર, સ્વસ્થ સંબંધો માટે પણ એટલાં જ અગત્યના છે. ખાસ કરીને સ્ત્રી-પુરુષના અંતરંગ સંબંધો ઉપર આજકાલની લાઈફસ્ટાઈલની વિપરીત અસર થતી જોવાય છે. સેક્સોલોજીસ્ટ પણ એ કહે છે કે ‘સંભોગ એ કાર્ય નહીં કળા છે.’ હવે સેક્સોલોજિસ્ટો એ સ્વીકાર કરતાં થયા છે કે સમાગમ વખતે ઊભી થતી કેટલીક સમસ્યાઓને યોગ દ્વારા સ્વસ્થ કરી શકાય છે. એવાં કયાં યોગાસનો છે કે જે આપણા સમાગમને ઈમ્પ્રુવ કરી શકે? આમ તો ઘણા, પરંતુ અહીં આપણે ત્રણ મહત્ત્વના આસનો વિશે જાણીએ.

વીરાસન
વીરાસન શબ્દ બે સંબધોની સંધિ છે. વીર અને આસન. વીરનો મતલબ છે યોદ્ધા. આસન મતલબ બેસવું. અર્થાત કે યોદ્ધાઓની જેમ બેસવું. પ્રાચીન કાળમાં યોદ્ધાઓ યુદ્ધ પછી વિશ્રામ કરતાં, ત્યારે પણ ખુબ સતર્ક રહેતા અને એવી મુદ્રામાં જ બેસતા કે અચાનક સંકટ આવે તો તરત મુકાબલા માટે તૈયાર થઇ શકાય. યોદ્ધાઓની જેમ યોગીઓની પણ મન સાથે જંગ ચાલતી હોય છે. મનને નિયંત્રિત કરવા સતત સજાગ રહેવાની જરૂર હોય છે. આ આસન બહુ સાધારણ છે. પણ તેને કરતી વખતે ખૂબ સજાગ રહેવાનું હોય છે. વીરાસન માટે તમારા આસન ઉપર ગોઠણભેર એવી રીતે બેસો કે જેથી તમારા ઘૂંટણ તમારા હિપ્સની નીચે આવે. તમારા હાથોને ગોઠણ ઉપર રાખો અને ગોઠણને એકેમકની નજીક લાવો, જેથી તમારા પગ વચ્ચે અંતર વધી જાય. તમારા હિપ્સની પહોળાઇથી આ અંતર વધુ હોવું જોઈએ. ત્યાર બાદ તમારા પગના આગળના હિસ્સાને ફર્શ ઉપર દબાવો અને હિપ્સને નીચે તરફ લાવો.
એ દરમ્યાન નાભિને પણ અંદર તરફ ખેંચો અને કરોડરજ્જુને પણ ખેંચતા માથું પાછળની તરફ ઝુકાવવા કોશિશ કરો. એક વખતમાં માત્ર ત્રીસ સેક્ધડ સુધી આ આસન કરો. પછી જેમજેમ તમે તેમાં આસાની અનુભવો પછી ધ્યાન કરવા માટે આ આસનનો પ્રયોગ કરો. વીરાસનના ઘણા ફાયદા છે. પગમાં રક્તસંચાર વધે છે, પોસ્ચર બહેતર થાય છે. આ આસનથી પુરુષોના પેલ્વિક ભાગની મસનપેશીઓ મજબૂત થાય છે. તેને કારણે પ્રોસ્ટેટ ગ્રંથિઓ સ્વસ્થ રહે છે. તેને કારણે સમાગમ સ્વસ્થ રહે છે અને ફર્ટિલિટી પાવર સાધારણ કરતા વધારે થાય છે.

અશ્ર્વિની મુદ્રા
અશ્ર્વિની મુદ્રા મતલબ ઘોડો. આ નામ એટલે અપાયું છે કે આપણા ગુદા દ્વારને ઘોડાની માફક વારંવાર ખોલવા, બંધ કરવાનું શીખવવામાં આવે છે. જો ગુદા દ્વાર સંબંધી કોઈ સમસ્યા હોય તો આ આસન બિલકુલ ન કરવું. આ મુદ્રાનો અભ્યાસ કરવા આંખો બંધ કરી પદ્માસનમાં બેસો. ઊંડા શ્ર્વાસ લઈને માથું ઝુકાવો અને દાઢીને છાતી તરફ લોક કરવા કોશિશ કરો. પછી ફરી નોર્મલ પોઝિશનમાં આવો. આ રીતે પાંચ થી દસ વાર કરો. આનો ફાયદો એ છે કે વીર્ય પતન ઉપર આપણું નિયંત્રણ આવે છે.
તક્નિકી દુનિયામાં તાકાતને હંમેશા હોર્સ પાવરથી માપવામાં આવે છે, કેમકે તે એન્ટીગ્રેવિટી ફોર્સ હોય છે. આ આસન નિયમિત કરવાથી શરીરના બધા અંગોને બળ મળે છે. પૌરુષમાં વધારો થાય છે. હૃદયને બળ મળે છે. હર્નિયા, મૂત્રદોષ, મળ અને ગુદાની સમસ્યાઓમાં ફાયદો થાય છે. આ મુદ્રાના અભ્યથી મૂલાધારમાં રહેલી
કુંડલિની શક્તિ જાગૃત થાય છે જેનાથી યુવાની લાંબો સમય ટકે છે.

ધનુરાસન
જેમને શીઘ્રપતનની સમસ્યા હોય તેમને માટે આ આસાન કરવાની સલાહ આપવામાં આવે છે. સમાગમ તેના ચરમ સુધી પહોંચે તેની પહેલાંજ પતન થઇ જવાથી સમાગમ અધૂરો રહી જાય છે. તેના અસંતોષની માનસિક અસરો પણ થાય છે. ધનુરાસન કરવાથી તેમાં ગુણાત્મક સુધારો થાય છે. આ આસન માટે પેટને આધારે સુઈ જાઓ. બંને પગ અને બંને હાથ એકમેક સાથે જોડાયેલા રહે તેવી રીતે. પછી ધીરે ધીરે ગોઠણ વાળીને હાથો વડે પગની આંગળીઓ પકડવા પ્રયત્ન કરવો. શ્ર્વાસ અંદર તરફ ખેંચો, છાતીને ઉપર ઉઠાવો અને જાંધોને પણ ઉઠાવો આ દરમ્યાન હાથોને પગ વડે ખેંચો. આ દરમ્યાન ચૈત્યન મુદ્રામાં જુઓ અને સ્મિત કરતા રહો. શ્ર્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એકવારમાં પંદર થી વિસ સેક્ધડ જ કરો. ઉપર જણાવેલ ફાયદા ઉપરાંત પીઠ મજબૂત થાય છે, પેટની નીચેની માંસપેશીઓ મજબૂત થાય છે. ગરદન, છાતી અને ખભા પહોળા થાય છે. હાથ પગ સુડોળ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular