પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ દીપક પ્રગટાવવાનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. આવું કરવાને કારણે નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં મા લક્ષ્મીનું આગમન થાય છે, એવું પણ પણ કહેવામાં આવે છે. પણ આજે આપણે અહીં વાત કરીશું કે દિવસના કયા સમયે દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે.
આપણા હિન્દુ ધર્મમાં પૂજા સમયે દીવો પ્રગટાવવાની વર્ષો જૂની પરંપરા છે અને દીપક પ્રગટાવ્યા પછી જ પૂજા સંપન્ન થઈ એવું માનવામાં આવે છે. સાંજના સમયે દીવો પ્રગટાવવો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ અને વાસ્તુશાસ્ત્રમાં આ માટે એવું કહેવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતાનો નાશ થાય છે.
ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી રાહુ ગ્રહનો અશુભ પ્રભાવ પણ દૂર થાય છે. મુખ્ય દરવાજાની સાથે સાથે જ તમારે સાંજે મંદિર અને તુલસી પાસે દીવો કરવો જોઈએ. સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે, કારણ કે સાંજના સમય એ મા લક્ષ્મીના આગમનનો સમય છે, એવું કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર સાંજે 5-8 વાગ્યાની વચ્ચે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવી શકો છો. આ સમય દીવો પ્રગટાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર દીવો એવી રીતે પ્રગટાવો કે જ્યારે તમે બહાર આવો ત્યારે દીવો જમણી બાજુ હોવો જોઈએ. દિશાની વાત કરીએ તો ધ્યાન રાખો કે દીવાનો પ્રકાશ ઉત્તર કે પૂર્વ તરફ હોવો જોઈએ. પશ્ચિમ દિશામાં ક્યારેય દીવો ન કરવો.
જો તમારા ઘરમાં પણ આર્થિક તંગી હોય તો ચોક્કસ એકાદ વખત આ ઉપાય અજમાવી જોવા જેવો છે.