સ્વાતંત્ર્યવીર હરિદાસ દત્ત-૨

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

‘રોડ્ડા આર્મ્સ હેઈસ્ટ’ તરીકે ઓળખાવાયેલા ક્રાંતિકારીઓની હથિયારોની લૂંટના કેસ અમલમાં મૂકવા માટે મુક્કરર થયો ૧૯૧૪ની ૨૬મી ઑગસ્ટનો દિવસ.
શ્રીશ મિત્રા ‘હાબૂ’ને આ શસ્ત્રોના આગમનની માહિતી મળી, કારણ કે આ હથિયારોનું કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવનારી આર. બી. રોડ્ડા કંપનીમાં તેઓ નોકરી કરતા હતા. એટલું જ નહિ, કસ્ટમ્સથી હથિયાર છોડાવવાની જવાબદારી મિત્રાજી જ સંભાળતા હતા.
હાલના હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં દહેરાદુન પર્વતની નજીક રોડ પર સાઉથ ડેલહાઉઝી સ્ક્વેર પર ટેલિફોન ભવન છે, બરાબર એની સામે ત્યારે રોડ્ડા કંપનીની ઑફિસ હતી.
આ બધી માહિતી અને શસ્ત્રો મળવાની ઉત્તેજના સાથે આગળની યોજના ઘડી કાઢવા માટે ૧૯૧૪ની ૨૦મી ઑગસ્ટે બધા ક્રાંતિકારી જૂથોની બેઠક બહુ બાજારની છાતાવાલી ગલીના એક બગીચામાં યોજાઈ.
આમાં શ્રીશ મિત્રા, માનવેન્દ્રનાથ રાય, શ્રીશપાલ, અનુકુલ મુખર્જી, ખગેનદાસ દીવાન, નરેન્દ્રઘોષ ચૌધરી અને હરિદાસ દત્ત સહિતના આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત હતા.
ધોળે દિવસે સરકારી શસ્ત્રો લૂંટવાની યોજનાની સફળતા અંગે ઘણાંએ સ્પષ્ટ શબ્દોમાં શંકા વ્યક્ત કરી, પરંતુ સંદેહ કરનારાઓ સિવાય શ્રીશપાલ, ખગેનદાસ, હરિદાસ દત્ત અને શ્રીશ મિત્રા સહિતના સાથીઓએ આ યોજનાને આગળ ધપાવવાના મક્કમ નિર્ધાર કરી લીધો.
આ યોજનાનું સુકાન સોંપાયું શ્રીશ પાલને. તેમણે જાહેર કર્યું કે ૨૬મી ઑગસ્ટે ઑફિસ ચાલુ હોય એ જ સમયે કસ્ટમ્સમાં પહોંચીને બધાં હથિયાર લૂંટી લેવાં.
આના માટે જરૂર પડે એ બધી તકલીફ ભોગવવાની અને બલિદાન આપવાનું ય નક્કી
થયું.
લૂંટ યોજનાની સંપૂર્ણ રૂપરેખાને અંતિમ
ઓપ અપાયો. શ્રીશ મિત્રા ‘હાબૂ’ છ
ભેંસગાડી લઈને કંપની તરફ જવા રવાના થાય, ત્યારે એની વચ્ચે સાતમી બળદગાડી ચૂપચાપ ઘુસાવી દેવાની.
આ સાતમી બળદગાડી ચલાવવાની હતી હરિદાસ દત્તે. કસ્ટમ્સમાંથી હથિયાર લાદતી વખતે બળદગાડીમાંથી જર્મન શસ્ત્રો અને દારૂગોળો ભરવામાં આવે.
ત્યાર બાદ હરિદાસ દત્તે પાછા વળતી વખતે હળવેકથી ભેંસગાડીઓની કતારથી આગળ નીકળીને નિશ્ર્ચિત સ્થળે પહોંચીને ઊભા રહી જવાનું એવું નક્કી થયું.
ત્યાં આ બળદગાડીમાં રખાયેલાં શસ્ત્રો-દારૂગોળાની રક્ષા માટે ખગેનદાસ અને શ્રીશ
પાલ હાજર રહે. એ બન્ને પાસે લોડેડ રિવૉલ્વર પહેલેથી હતી, જેમાંથી એક હરિદાસને આપવાની હતી.
૨૬મી ઑગસ્ટે હરિદાસ દત્તે માથું મુંડાવી નાખ્યું. પછી ફતુરી તરીકે ઓળખાતું અડધી
બાંઈનું બાંડિયું અને ઘૂંટણ સુધી આવે એવું ધોતિયું પહેરી લીધું.
આ વેશ પરિવર્તનમાં અને કામગીરીમાં હરિદાસને બાળપણના અનુભવ કામ આવ્યા. બહુ કામ લાગ્યા.
બાલ્વયાવસ્થામાં ઘરે શણ અને અનાજનો
વેપાર ચાલતો હતો ત્યારે બળદગાડી હાંકવાની રીત શીખી લીધી હતી.
હરિદાસ દત્તને લીડર શ્રીશ પાલે એક સખત સૂચના આપી હતી કે કોઈ ગોટાળો થાય કે લોચો પડે તો તમારે મૂંગા થઈ જવાનું. ટૂંકમાં, મોઢામાં એકેય શબ્દ ન નીકળવો જોઈએ.
ઘડિયાળની ટીક ટીક ટીક સાથે સાચુકલી એક્શનનો સમય આવી પહોંચ્યો. છ ભેંસગાડીની વચ્ચોવચ હરિદાસ દત્તે પોતાનું બળદગાડીય અંદર ઘુસાડી દીધું. માલ લાદવાની બધી વ્યવસ્થા ‘હાબૂ’ હસ્તક હતી.
તેમણે ચાલાકીપૂર્વક કંપનીની બીજી બધી સામગ્રીમાંથી જર્મન પિસ્તોલ અને દારૂગોળો હરિદાસવાળી બળદગાડીમાં લાદી દીધો. ઓરીજીનલ છ ભેંસગાડીમાં શસ્ત્રો-દારૂગોળા સિવાયનો માલ ભરી દેવાયો.
કસ્ટમ્સમાંથી બહાર નીકળતી વખતે છ ભેેંસગાડીને આગળ નીકળી જવા દેવાઈ કે
જેથી પાછળ રહેલી બળદગાડીને એકદમ
અલગ પાડીને અન્યત્ર લઈ જવામાં લેશમાત્ર અડચણ ન પડે.
અત્યાર સુધી તો યોજના મુજબ કાફલો આગળ વધી રહ્યો હતો. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.