સર્વ તજીને ભજીએ શ્રી ગોવિંદને…

ધર્મતેજ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

મીરાંબાઈ (ઈ.સ.૧૪૯૮-૧પ૬પ આશરે) પ્રેમલક્ષણા ભક્તિ પરંપરાનાં સંત ક્વયિત્રી. મેડતા (રાજસ્થાન)નાં રાજકુંવરી. મેવાડના રાણા ભોજરાજ સાથે વિવાહ. ઈ.સ.૧પર૧માં વૈધવ્ય પ્રાપ્ત થયા બાદ દિયર વિક્રમસિંહની સતામણી છતાં સાધુ સંતોની સેવામાં જીવન વિતાવ્યું. વૃંદાવનમાં અને દ્વારકામાં નિવાસ. ગુજરાતી,રાજસ્થાની,હિન્દી અને વ્રજભાષામાં અનેક પદોની રચના. મીરાંબાઈ ગાતાં હોય ‘ગોવિંદો પ્રાણ હમારો રે, મન જગ લાગ્યો ખારો..’,‘પ્રેમની પ્રેમની પ્રેમની રે મું ને લાગી કટારી પ્રેમની’, ‘હે રી મેં તો પ્રેમ દીવાની મેરો દરદ ન જાને કોઈ…’, ‘પ્રેમનગર મત જાના મુસાફિર… પ્રેમ નગર મત જાના…’ એ વેરાગણ, એ જોગણ, એ વિરહિણી મતવાલી મીરાંએ પોતાના પિયુ માટે, પોતાના સ્નેહ સંબંધ માટે કેટલું સહન ર્ક્યું ? પણ સંસારનું હળાહળ વિષ્ા એને માટે અમૃત હતું. જેણે પ્રીતમવરની, સુંદરવરની ચૂંદડી ઓઢી હોય એને ક્યારેય વૈધવ્ય ન આવે.
મીરાંબાઈના જીવન વિશે આપણા ગુજરાતી ભક્તિસાહિત્યમાં અનેક કવિઓએ આખ્યાનો તથા ભજનોની રચના કરી છે. એમાંનું લોક ભજનિકોમાં ખૂબ ગવાતું ભજન લઈએ.
રાજ ભુવનમાં શોભે ન કદીયે, સાધુ ફકીર ને બાવા,
છોડી દ્યો મીરાં ગોવિંદના ગુણ ગાવા…
છોડો ને મીરાં ગોવિંદના ગુણ ગાવા….૦
નહીં છોડું રાણા ગોવિંદના ગુણ ગાવા…૦
તાલ તંબુરો મંજીરા વગાડો, ઢોંગ ગમે નહીં આવા,
રાજ તણી રીત નથીને આ, તમે બેઠા કુળ બોળાવા…
છોડો ને મીરાં ગોવિંદના ગુણ ગાવા….૦
નહીં છોડું રાણા ગોવિંના ગુણ ગાવા…૦
રાઠોડ કુળમાં રહેવું જો હોય તો,
છોડી દીયોને આવા ચાળા,
સાધુની સંગતું છોડી દેજો,
બદનામ કરે ઈ બાવા…
છોડો ને મીરાં ગોવિંદના ગુણ ગાવા….૦
નહીં છોડું રાણા ગોવિંદના ગુણ ગાવા…૦
જો માનો તો મીરાં સાચુ કહું છું,
આવ્યો હું તમને મનાવા,
દાસ દાસીયું સાથે લઈને, જાઓને તીરથ નાવા …
છોડો ને મીરાં ગોવિંદના ગુણ ગાવા….૦
નહીં છોડું રાણા ગોવિદંના ગુણ ગાવા…૦
સગાં સહોદર સરવ મળીને, લાગ્યાં મીરાંને સતાવા,
મનમાં મીરાંબાઈ એમ કહે છે,
જેવી મરજી તમારી માવા…
છોડો ને મીરાં ગોવિંદના ગુણ ગાવા….૦
નહીં છોડું રાણા ગોવિંદના ગુણ ગાવા…૦
ખેંચી ખડગ રાણે રીસ કરી છે,
હરખેથી હાલ્યો હૂલાવા,
શાંતિ કહે એની નજરૂંમાં લાગી,
નહીં છોડું રાણા ગોવિંદના ગુણ ગાવા…૦
***
નાડી વૈદ તેડાવિયાં,પકડ ઢંઢોળે મોરી બાંય,
ઔર પીડા પરખે નહીં, મોરી કરક કલેજા માંય,
જાવ વૈદ ઘર આપને, મારૂં નામ મત લેશ,
હું તો ઘાયલ હરિના નામની, મારો કેડો લઈ ઔષ્ાધ ન દેશ.
એટલે તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સર્જક ગણાતા, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાની પ્રેમલક્ષ્ાણા ધારાના, બંસીબોલના કવિ દયારામે
ગાયું છે :
સર્વ તજીને ભજીયે શ્રીગોવિંદને, જે નારાયણ નોધારાના આધાર જો,
ભાંગે સંકટ કુડાં રે સંસારનાં, જેના નામે તરિયે ભવપાર જો.
સર્વ તજીને ભજીયે શ્રીગોવિંદને….૦
અપર માને વચને ધૂ્રવજી વન ગયા, નારદજીએ દીધો છે ઉપદેશ જો,
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તે મનમાં આવિયાં , પ્રભુ ભજ્યા કાંઈ ન્યાં જઈ બાળે વેશ જો.
સર્વ તજીને ભજીયે શ્રીગોવિંદને….૦
દૈતપુત્ર પ્રહલાદજી તે આગે થયા, ભાગ્યો છે કાંઈ પિતા પુત્રને વાદ જો,
સ્તંભ થકી પ્રકટયા રે નરસિંહ રૂપ ધરી, શ્રી મહાપ્રભુજીએ દીધો તેને સાદ જો.
સર્વ તજીને ભજીયે શ્રીગોવિંદને….૦
લાખા ગ્રહમાં પાંડવને આવી મળ્યા,ભક્તજનોને દીધી છે બહુ ધીર જો,
સમરણ પેલા આવ્યા છો રે તમે સદા, ભક્તજન ઉગાર્યા પાંચે વીર જો.
સર્વ તજીને ભજીયે શ્રીગોવિંદને….૦
સુદામાનું દરિદ્રપણું તો જાણીયું , મુષ્ઠિ તાંદુલ આરોગ્યા મહારાજ જો,
દાસ દયાના પ્રભુજી કરૂણા કીજીયે, ભક્તજનોનાં કીધાં કોટિક કાજ જો.
સર્વ તજીને ભજીયે શ્રીગોવિંદને….૦
***
ચાર દિવસનું ચટકું આ છે આંખલડીનું મટકું,
જોબન જાણજો રે, આ છે ચાર દિવસનું ચટકું…
માત,પિતા,સૂત,ભ્રાત,ભગિની,
સગું કોઈ નહીં ચાલે,
સવાર લગી ઈ સગપણ રાખે,
ખોટો સ્નેહ જણાવે..
કાચી કાયાનો ગરવ ન કરજો,
અભેમાન કરજો અળગો
ધીરજ કેરા ઢોલ બાંધીને, હરિ ભજનમાં વળગો..
જોબન જાણજો રે, આ છે ચાર દિવસનું ચટકું…૦
કંચનવરણી કાયા તમારી, અક્ષ્ારમાં ઓળખો,
આંકડાના તૂર ઘોડે વા યે ડીને, ખોટી માયાને કાં વળગો ?
આ તન રંગ પતંગનો, તારો ઊડી જાશે ગોટો,
જોબન જાણજો રે, આ છે ચાર દિવસનું ચટકું…૦ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.