બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
મહાત્મા ગાંધીના જીવન ચરિત્રથી આપણે સૌ વાકેફ છીએ. ગત ૩૦મી જાન્યુઆરીએ તેમનો ૭૫મો નિર્વાણ દિન હતો. આટલાં બધા વર્ષો સુધી કોઈ એક ચરિત્રને યાદ રાખવું અને તેઓ આજે પણ હયાત છે તેની પ્રતીતિ તેમની જીવન સફળતાનો પુરાવો છે. ગાંધીજીના જીવનના વિવિધ પાસાઓથી આપણે અજાણ નથી. આજે આપણે ગાંધીજીને એક વૈયક્તિક બ્રાન્ડ તરીકે જાણવાની કોશિશ કરીએ જેમાંથી આપણને આપણી બ્રાન્ડ માટે પ્રેરણા મળશે. વિશ્વભરમાંથી જો વ્યક્તિગત લીડરોની કે વૈયક્તિક બ્રાન્ડની યાદી બનાવવામાં આવે તો, ગાંધીજી તે બધામાં મોખરાનું સ્થાન પામશે તેમાં બેમત નથી.
બ્રાન્ડની સફળતાનું માપદંડ એટલે તે કે બ્રાન્ડ તે કેટેગરીની સિનોનીમ બની જાય અર્થાત્, તે બ્રાન્ડ કેટેગરીને ડિફાઇન કરે. ઉદા. તરીકે, કોલગેટ ટૂથપેસ્ટ કેટેગરી માટે, ઝેરોક્ષ ફોટોકોપી માટે, બિસ્લેરી મિનરલ વોટર માટે, તેવીજ રીતે જો સત્યને કોઈ પરસોનીફાય અથવા ડિફાઇન કરી શકે તો તે ગાંધીજી છે. સત્ય એટલે ગાંધીજી. બ્રાન્ડના વિવિધ પાસાઓ અને મૂલ્યો હોઈ શકે પણ બ્રાન્ડનું નામ બોલતાની સાથે એક શબ્દ તે બ્રાન્ડ માટે આપણી નજર સમક્ષ આવે તે ખરા અર્થમાં બ્રાન્ડને લાંબા ગાળા માટે ડિફાઇન કરે છે. ઉદા. તરીકે, ટાટાનું નામ આવતા ટ્રસ્ટ / વિશ્ર્વાસ નજર સમક્ષ આવશે, એપલ ઇનોવેશન, મારુતિ વેલ્યૂ ફોર મની વગેરે. તેજ રીતે ગાંધીજી બોલતાની સાથે સત્ય તમારી નજર સમક્ષ આવશે. કોઈપણ બ્રાન્ડે આ દિશામાં વિચારી પોતે કેવી રીતે અથવા કયા મૂલ્યોથી ઓળખાશે તે નક્કી કરવુ આવશ્યક છે.
બીજું, બ્રાન્ડ પોતાના સિમ્બોલથી ઓળખાય છે અથવા તેની અમુક પર્સનાલિટી ટ્રેઇટ હોય છે જે બ્રાન્ડને ક્ધઝ્યુમરના મગજમાં સ્થિર કરે છે. જેમ કે, એપલનું બાઇટ કરેલું સફરજન, નાઇકીનું સ્વૂષ (તૂજ્ઞજ્ઞતવ), ટાટાનો ઝ, ઓડી ગાડીની બંગડિયો વગેરે. ગાંધીજીના બ્રાન્ડ અસોસિયેશન્સ પ્રતીકાત્મક રીતે જોઈયે જે ફક્ત જોવાથી ગાંધીજી ડિફાઇન થઈ જાય; તેમના ચશ્માં જે આજે સ્વચ્છ ભારત અભિયાનના પ્રતીકમાં પણ ઉપયોગમાં આવ્યા છે. સફેદ પોતડી, ગાંધી ટોપી, લાકડી અને સૌથી મહત્ત્વનું ચરખો. આ બધા પ્રતીકો ગાંધીજીની રીકોલ વેલ્યૂ વધારે છે. ગાંધીજીના ફોટા વગર પણ આમાંથી એકાદ પ્રતીક જો કોઈ ચિત્રમાં કે કેમ્પેઇનમાં વાપરવામાં આવે તો તરતજ ગાંધીજીની યાદ અપાવશે. આનો અર્થ ગાંધીજીની રીકોલ વેલ્યૂ ફક્ત તેમના નામ થકી નહીં પણ તેમણે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ થકી પણ છે. બ્રાન્ડ માટે જેમ આઇડેન્ટીટી જરૂરી છે તેમ આવા નાના નાના બ્રાન્ડ અસોસિયેશન જો બિલ્ડ કરી શકે તો લાંબા ગાળે તેમને જરૂરથી રીકોલ વેલ્યૂ વધારવામાં મદદ કરશે.
ત્રીજું, તમારી બ્રાન્ડનો ટાર્ગેટ ઓડિયેન્સ વ્યવસ્થિત રીતે ડિફાઇન થયેલો હોવો જોઈએ અને તમે જો માસ બ્રાન્ડ હોવ તો તમારી બ્રાન્ડ બધા સાથે કનેક્ટ કરી શકે તે રીતની તમારી ઇમેજ બિલ્ડ થવી જોઈયે. ગાંધીજી એક માસ લીડર હતા, આખા દેશના લીડર હતા અથવા તેમની જે વિચારધારા હતી તે વૈશ્ર્વિક હતી. આપણા દેશમાં પણ અમીર-ગરીબ, હિન્દુ-મુસ્લિમ, કોઈપણ જાતી કે ધર્મ હોય બધાએ ગાંધીજીને અપનાવ્યા હતા. બ્રાન્ડ ગાંધીજી બધા માટે સમાન હતી અને બધા પોતાને તેની સાથે સંલગ્ન કરતા. માસ અપીલ અને સકારાત્મક સ્વીકૃતિ આ કોઈપણ બ્રાન્ડ માટે આવશ્યક પાસું છે સફળ થવા માટે. આથી, મારી બ્રાન્ડ ઓફરિંગ અને મેસેજિંગ કોઈ એક કમ્યૂનિટી કે વર્ગને સીમિત ન રાખતા બધાને એક રીતે અપીલ કરશે તો તેની એક્સેપ્ટન્સ વેલ્યૂ વધશે. ચોથું, બ્રાન્ડે પોતાના પ્રમોશન માટે સઘન વ્યૂહરચના ઘડવી જોઈએ. ગાંધીજી પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે સરળ ભાષાનો ઉપયોગ કરતા જેથી છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સમજી શકે અને તે પહોંચાડવા માટે જ્યારે ટીવી, રેડિયો, પ્રિન્ટ કે સોશિયલ મીડિયા નહોતા ત્યારે યંગ ઇંડિયા, હરિજન, નવજીવન અને રેલી જેને રોડ શો કહી શકાય જેવા પોતાના માધ્યમોને ઊભા કરી તેનો ભરપૂર ઉપયોગ કર્યો. આના દ્વારા મેસેજ વધુમાં વધુ લોકો સુધી તેઓને સમજાય તે ભાષામાં પહોંચાડ્યો. બ્રાન્ડે પોતાના ટાર્ગેટ ઓડિયેન્સને ધ્યાનમાં રાખી મીડિયા પસંદ કરવું, સાંપ્રત સ્થિતિમાં કયુ માધ્યમ વધુ અસરકારક હશે તેનો સહારો લેવો. સૌથી મહત્ત્વનું મારું મેસેજિંગ સિંપલ અને સરળ ભાષામાં હોય, તેમની લોકલ કે પ્રાદેશિક ભાષામાં હોય જેથી લોકો તેને સમજી શકે અને બ્રાન્ડ પોતીકી લાગે.
પાંચમું, બ્રાન્ડ પારદર્શિતા અને જે કહે છે તેમ અનુસરે છે ની પ્રતીતિ. ગાંધીજી સત્યના ઉપાસક હતા, તેમની જે માન્યતા હતી તે તેમના જીવનમાં દેખાય છે. સત્યના પ્રયોગો તેમની પારદર્શિતાની સાબિતી આપે છે તો બીજે છેડે પોતે જે વચન આપ્યું છે તેને નિભાવ્યું છે. સત્ય, અહિંસા, અસ્તેય જેવા વિચારોને અંત સુધી છોડ્યા નથી. વૈયક્તિક જીવનમાં જો નુકસાન થશે, સંબંધો બગડશે છતાં પણ નક્કી કરેલાં મૂલ્યો પર કાયમ રહીશ આ વાત બ્રાન્ડ ગાંધીને મહાત્મા બનાવે છે. કોઈપણ બ્રાન્ડ માટે જે વાયદાઓ કર્યા છે તેના પર કાયમ રહેવું આવશ્યક છે. ક્યારેક તેના થકી નુકસાન જાય તો તેને વેઠી લેવાની તૈયારી ક્ધઝ્યુમરની નજરમાં બ્રાન્ડની સકારાત્મક ઇમેજ ઉભી કરશે. જો બ્રાન્ડથી કોઈ ભૂલ થઈ જાય તો તેનો સ્વીકાર કરી, માફી માગી ફરી પાછી ભૂલ નહીં થાયની બાંહેધરી અને નુકસાનની ભરપાઈ કરવાની તૈયારી રાખવી જોઈયે. આવી પારદર્શક બ્રાન્ડ, જો કોઈ ભૂલ કરી બેસે તો ક્ધઝ્યુમર તેને માફ પણ કરી દે છે. છઠી વાત, આજે બધી બ્રાન્ડ પર્પસફુલ બની રહી છે અથવા કહી શકાય કે ઈજછ (કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી) ની વાતો કરે છે જેથી પોતાની છબી સોશિયલી અવેર બ્રાન્ડ તરીકે બંધાય. ફ્ક્ત નફો નહી પણ સમાજ માટે પણ કશુંક કરવાની ખેવના બ્રાન્ડમાં છે તેવી છબી બનાવવાની કોર્પોરેટ્સ કોશિશ કરે છે. ગાંધીજી રાજનેતા હતા, સમાજોદ્ધારક હતા અને સમાજ માટે અથવા સમાજમાં ક્રાંતિ લાવવાનું કામ કે પછી રૂઢિગત ખોટી પ્રથાઓ ચાલતી આવતી હતી તેનો વિરોધ અને તેમાં સુધારણા તેમની બ્રાન્ડ પર્સનાલિટીને સમાજાભીમુખ બનાવે છે.
દલિતોદ્ધાર, ગ્રામ સુધારણાની પ્રવૃત્તિ, શિક્ષણમાં, આરોગ્યમાં, સ્વચ્છતા, સ્વઉદ્યોગ, સ્ત્રી સ્વાતંત્ર્ય અને શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ તેમણે ત્યારે આચરી હતી. આ પ્રવૃત્તિઓનો સહારો આજે બ્રાન્ડ લઈ રહી છે પોતાને પર્પસફુલ બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા. ગાંધીજી અને બ્રાન્ડના ઘણા પાસાઓ વિષે વાત કરી શકીએ પણ મહત્ત્વનું પાસું કોઈપણ બ્રાન્ડ માટે છેકે તે લાંબા ગાળા સુધી ટકે અને લોકોને યાદ રહે. ગાંધીજી આજે હયાત નથી પણ સિંબોલિકલી બ્રાન્ડ ગાંધી આજે બધી જગ્યાએ જોવામાં આવે છે. આપણી કરન્સી પર, ચશ્મા સ્વચ્છતા અભિયાન, શાંતિના સંદેશા માટે, ચરખો સ્વાધીનતા અને સ્વદેશી માટે.
ગાંધીજીના સમયમાં કદાચ બ્રાન્ડ શબ્દની ખ્યાતિ આટલી નહોતી કે પછી બ્રાન્ડ બિલ્ડ કેવી રીતે કરવી તેના આયામો પણ નહોતા, પરંતુ ગાંધીજીએ પોતાની વિચારધારા, રહેણીકરણી અને પર્સનાલિટીથી બ્રાન્ડ કેવી રીતે બની શકે અને તેના માટે જરૂરી પાસાઓ કયા હોઈ શકે તેની માહિતી પોતાના જીવન થકી બ્રાન્ડને આપી છે. એક રેડીમેડ બ્રાન્ડ બુક આપણને ગાંધીજીના જીવનમાંથી સાંપડે છે. બ્રાન્ડ ગાંધી સફળ છે આટલા વર્ષો પછી પણ તેનું એકમેવ કારણ છે કે તેઓ જીવનભર સમાજ માટે જીવ્યા અને તેમના માટે વિચાર્યુ. ગાંધીજી એક અમર બ્રાન્ડ બની ગયા કારણ તેઓ હંમેશાં સમાજાભીમુખ હતા પછી તે દેશની વાત હોય કે વેપારની સમજ હોય; આજે જ્યારે બ્રાન્ડ ક્ધઝ્યુમર ઇસ કિંગ નો નારો લગાવે છે ત્યારે બ્રાન્ડ ગાંધીજીનો “ગ્રાહક ભગવાન છે નો નારો કેટલો ભવિષ્યલક્ષી હતો તેની ઝાંખી કરાવે છે. આજ રીતે જો બ્રાન્ડ સમાજાભીમુખ અર્થાત્ ગ્રાહકલક્ષી થશે અને પોતાના પ્રોડક્ટ કે સર્વિસ થકી ક્ધઝ્યુમરનું જીવન બહેતર બનાવશે તો બ્રાન્ડ સફળ થશે અને ગાંધીજીની જેમ અમર બ્રાન્ડ બની શકશે.