ગોંદિયાઃ શુક્રવારે સવારે ગોંદિયા જિલ્લામાં આવેલા શેરડીના ખેતરમાં માતાથી વિખૂટા પડી ગયેલાં બે દીપડાંના બચ્ચાને ફરી એમને માતા સાથે મળાવવામાં આવ્યા હતા, એવી માહિતી વન્ય અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
ગુરુવારે વહેલી સવારે ગોંદિયા જિલ્લાના ભિવાખિડકી ગામમાં આવેલા શેરડીના ખેતરમાંથી બે દીપડાના બચ્ચા મળ્યા હતા. બચ્ચાની તબીબી તપાસ કરવામાં આવી હતી. જે જગ્યાથી બચ્ચા મળી આવ્યા ત્યાં તાત્કાલિક ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા અને બચ્ચાને પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા જેથી બીજું કોઈ જનાવર તેમને નુકસાન ના પહોંચાડે.
વન્ય અધિકારીઓએ નજીકમાં જ ગોઠવાઈને માદા દીપડાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેથી તે આવીને તેના બચ્ચાને સુરક્ષિત રીતે પોતાની સાથે લઈ જાય. લાંબા ઈંતેજાર બાદ આખરે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ માતા આવીને પોતા બંને બચ્ચાને લઈને ત્યાંથી રવાના થઈ ગઈ હતી.
…અને માતા અને બચ્ચાનું મિલન થયું!
RELATED ARTICLES