મુંબઇના આ વિસ્તારમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

જંગલોનું પ્રમાણ જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ વન્ય જીવના રહેણાક વિસ્તારોમાં આવીને હુમલા કરવાની ઘટનામાં પણ વધારો થતો જાય છે. મુંબઇના આરે કોલોની વિસ્તારમાં પણ ઘણી વાર દીપડો જોવા મળે છે. તાજેતરમાં જ ગોરેગાંવના આરે જંગલ વિસ્તારમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો હોવાથી લોકો ગભરાઈ ગયા છે. રાત્રીના સમયે દીપડો કેમેરામાં કેદ થયા બાદ હવે લોકો પણ વિચારવા લાગ્યા છે કે જો દિવસ દરમિયાન ફરીથી દીપડો જોવા મળે તો શું કરવું.
ગઇ કાલે રાતે 11 વાગ્યાના સુમારે ગોરેગાંવ પૂર્વના આરે કોલોનીના જંગલની બાજુમાં આવેલા ઇ ગાર્ડન હિલ સોસાયટીમાં દીપડો જોવા મળ્યો હતો. આ દીપડાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દીપડો રક્ષણાત્મક દિવાલ પરથી નીચે કૂદતો જોવા મળી રહ્યો છે.


આરેના જંગલોમાં દીપડાઓ ઘણી વખત જોવા મળ્યા છે. અગાઉ આરેના રહેવાસીઓ પર દીપડાના હુમલાઓ પણ ઘણી વખત કેમેરામાં કેદ થયા છે. જે બાદ ફરી એકવાર આ વિસ્તારમાં દીપડો જોવા મળતા ભયનો માહોલ સર્જાયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.