Leicester Clashes: બ્રિટનમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે અથડામણ, એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદથી માહોલ તંગ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે પાકિસ્તાનની હાર બાદથી યુકેના લિસેસ્ટર માહોલ તણાવ ભર્યો છે. રવિવારે એકવાર ફરીથી પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે અહીં બે સમુદાયોની ભીડ એકઠી થઈ અને લોકો પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ દરમિયાન જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર કાચની બોટલો ફેંકવામાં આવી. લાકડીઓથી સજ્જ ટોળાએ જાહેર સંપતિને નુકશાન પહોંચાડ્યું હતું. અથડામણ બાદ પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. લેસ્ટર શહેર લંડનથી માત્ર 160 કિમી દૂર છે.
એશિયા કપમાં પાકિસ્તાનની હારથી મુસ્લિમ અને હિંદુ સમુદાય વચ્ચે તણાવ શરૂ થયો હતો. 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. ગુસ્સે થયેલા પાકિસ્તાની મુસ્લિમોએ લિસેસ્ટરમાં હિન્દુઓ પર હુમલો કર્યો હતો. શનિવારે સોશિયલ મીડિયા દ્વારા મસ્જિદ પર હુમલાની અફવા ફેલાઈ હતી. પોલીસે આ વાતને નકારી કાઢી અને લોકોને અપીલ કરી કે તેઓ માત્ર સાચી માહિતી સોશિયલ મીડિયા પર મુકે.

“>

શનિવાર અને રવિવારે હિંસાની ઘટનાઓ બની હતી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. લિસેસ્ટરશાયર પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “બે લોકોની ધરપકડ કરવામાં આવી છે – એક હિંસા ફેલાવવાના કાવતરાની શંકામાં અને બીજાની પાસે ધારદાર હથિયાર રાખવાની શંકામાં. આરોપી પોલીસ કસ્ટડીમાં રહેશે.” 28 ઓગસ્ટથી તણાવ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં લેસ્ટર સિટીમાં અશાંતિ ફેલાવવાના અલગ-અલગ કેસોમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હિંસા દરમિયાન હાજર એક મહિલા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે લોકોએ કાળા રંગના માસ્ક પહેર્યા હતા. તેમના ચહેરા ઢાંકેલા હતા અને તેમણે હૂડ પહેરેલા હતા. પોલીસે રોડ પર બેરીકેટીંગ ગોઠવી દીધા હતા. પોલીસ ટોળાને પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહી હતી જ્યારે ટોળું કાચની બોટલો ફેંકી રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.