લેબિનોનના સેલાટા શહેર નજીકના દરિયાકિનારામાં એક જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે તેમાં બે જણનું મોત થયા હતા. આ સમાચારની જાણ થયા પછી લેબિનોનની આર્મી દ્વારા ડૂબતા જહાંજમાંથી 232 જણને બચાવી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ફોર્સ અને લેબિનોન આર્મીના સંયુક્ત ઓપરેશનમાં સેંકડો લોકોને જહાંજમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. આ મુદ્દે આર્મીએ કહ્યું હતું કે લેબિનોની રાજધાની બેરુતના ઉત્તરમાં સેલાટા નજીકના દરિયામાં આ જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે માઈગ્રન્ટને બચાવવા માટે ત્રણ નૌકાદળના જહાજ અને એક નાવને જોતરવામાં આવ્યા હતા. આ બનાવમાં બે જણનાં મોત થયા હતા, જેમાં એક મહિલા અને બાળક હતા. બંને સિરિયન છે. આ જહાજ લેબિનોનના ઉત્તરમાંથી રવાના થયું હતું, જેમાં લેબિનોન, સીરિયા અને પેલેસ્ટાઈનના લોકોનો સમાવેશ હતો. કહેવાય છે કે આ બધા લેબિનોનના દરિયાઈ ક્ષેત્રમાંથી ગેરકાયદે પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.