Homeઉત્સવમાત્ર ૩૦ દિવસમાં અંગ્રેજીમાંથી ગુજરાતી શીખો

માત્ર ૩૦ દિવસમાં અંગ્રેજીમાંથી ગુજરાતી શીખો

પુસ્તકોની દુનિયા

પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિન્દ બિલ્ડિંગ, મુંબઈ-૪૦૦૦૦૨. ફોન : ૯૯૬૭૪ ૫૪૪૪૫.
મૂલ્ય રૂ. ૧૫૦/-
આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એ એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે. આપના બાળકો જો ગુજરાતી નહીં શીખે તો આપણી સંસ્કૃતિ વિશે, સાહિત્ય વિશે અજાણ રહી જશે એવી પૂરી સંભાવના છે. આપના બાળકોને અંગ્રેજી ભાષા આવડતી હશે. બાળકોને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષા શીખવાડવા માટે આ કાયમ ઉપયોગી અને સરળ પુસ્તક છે. મૂળાક્ષરો, બારાખડી, વ્યાકરણ કાળના ઉપયોગની માહિતી આ પુસ્તકમાં છે. કુલ ત્રીસ પ્રકરણોમાં કક્કો, બારાખડી, સ્વર-વ્યંજન, જોડાક્ષર, શબ્દ રચના, વાક્ય રચના, વ્યાકરણ, વિશેષણ, ક્રિયાપદ, કાળના ઉપયોગ, ક્રિયા વિશેષણ છે. ગુજરાતી શબ્દો અને વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચારો રોજિંદા વ્યવહારમાં વપરાતી ગુજરાતી ભાષાના અંગ્રેજી અર્થ અને અંગ્રેજીમાં ઉચ્ચારો આપતું આ પુસ્તક અંગ્રેજી માધ્યમમાં ભણતાં વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે તેવું છે. જો આપના બાળકને ગુજરાતી ભાષા શીખવવી હોય તો આ પુસ્તક અચૂક વસાવો.
————–
મેષથી મીન: જ્યોતિષશાસ્ત્રનો સંપૂર્ણ મહાગ્રંથ
લેખક : નવીનભાઈ ઝવેરી, મૂલ્ય રૂ. ૮૫૦/-
જ્યોતિષાચાર્ય નવીનભાઈ ઝવેરી ભારતીય વિદ્યાભવનના જ્યોતિષના વર્ગોમાં અનેક વિદ્યાર્થીઓને જ્યોતિષનું જ્ઞાન પ્રદાન કરી ચૂક્યા છે. જ્યોતિષશાસ્ત્રનો આ દળદાર ગ્રંથ વાંચવા અને અભ્યાસ કરવા માટે જ્યોતિષ વિદ્યા મંદિર પણ વિદ્યાર્થીઓને ભલામણ કરે છે. આ દળદાર મહાગ્રંથમાં જન્મકુંડલીના ૧૨ લગ્નો વિશે વિસ્તૃત માહિતી રજૂ થઈ છે. જ્યોતિષના ઊંડા અભ્યાસ અને અનુભવથી કસાયેલી કલમે લખાયેલા આ ગ્રંથમાં બારેય સ્થાનો જુદા જુદા ભાવમાં રહેલી દૃષ્ટિ, યુતિ અને સ્થિતિનો પ્રભાવ, શુભ-અશુભ યોગોની સરળ શાસ્ત્રીય છણાવટ કરવામાં આવી છે. ૧૨ રાશિઓ, ૧૨ લગ્નો દરેક લગ્નમાં વિવિધ ગ્રહોની યુતિઓનો ફળાદેશ રજૂ કરતું જ્યોતિશશાસ્ત્રનું આ આધારભૂત પુસ્તક છે. જાતકના જન્મ, જીવન અને મૃત્યુ સુધીની સમસ્યાઓ અને સિદ્ધિઓ સાથે મોક્ષની સંભાવનાનું પણ માર્ગદર્શન આપતો આ અજોડ દળદાર ગ્રંથ જ્યોતિષશાસ્ત્રમાં રસ ધરાવનાર સૌને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિન્દ બિલ્ડિંગ, મુંબઈ-૪૦૦૦૦૨.
ફોન : ૯૯૬૭૪ ૫૪૪૪૫.
————
પ્રખ્યાત પત્રકાર અને લેખિકા નીલા સંઘવીનાં ચાર નવાં પુસ્તકો રાહત દરે
લે. નીલા સંઘવી
૧. સ્ત્રી એટલે શક્તિ.
૨. અજંપો (નવલકથા)
૩. નીલા સંઘવીની નવી વાર્તાઓ
૪. નવા જમાનાની નવી વાતો
પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિન્દ બિલ્ડિંગ, મુંબઈ-૪૦૦૦૦૨. ફોન : ૯૯૬૭૪ ૫૪૪૪૫.
દરેક પુસ્તકનું મૂલ્ય રૂ. ૨૦૦/-
સેટનું મૂલ્ય રૂ. ૮૦૦/- પરંતુ ચાર પુસ્તકો એક સાથે લેનારને ફક્ત રૂ. ૫૦૦/-માં મળશે. નીલા સંઘવી જાણીતા લેખિકા છે, પત્રકાર છે. ‘કપોળ સમાજ દર્પણ’ના તંત્રી પણ છે. તેમના વાર્તાસંગ્રહનાં બે પુસ્તકો ‘સ્નેહ સાગર’ અને ‘પળનો પડછાયો’ અગાઉ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ત્રીજો વાર્તા સંગ્રહ ‘નીલા સંઘવીની નવી વાર્તાઓ’માં સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓ ઉપર આધારિત સામાજિક વાર્તાઓની રસપ્રદ રજૂઆત છે.
જ્યારે ‘અજંપો’ એક અત્યંત સંવેદનશીલ નવલકથા છે જે વાંચવાનું શરૂ કરનાર આ પુસ્તક પૂરું કરીને છોડી શકે. સ્ત્રી અને શક્તિમાં દ્રૌપદી, રાધા, મીરાં, સીતા જેવી મહાન સ્ત્રીઓના જીવનની જાણી-અજાણી વાતો છે. જ્યારે ‘નવા જમાનાની નવી વાતો’ પુસ્તકમાં આજની બદલાઈ ગયેલી સિસ્ટમ અને નવા ટ્રેન્ડ વિશેની વાતો છે જે જૂની અને નવી પેઢી બંનેને ઉપયોગી બની શકે તેવી છે.
દરેક પુસ્તક સુંદર રંગીન મુખપૃષ્ઠ સાથે પ્રકાશિત થયું છે. ભેટ તરીકે આપવાં જેવાં આ ચાર પુસ્તકો દરેક વાચકે વસાવવા યોગ્ય છે. પુસ્તકો ભેટ તરીકે ચિરંજીવ છે. ચાર પુસ્તકોનો સેટ રૂ. ૮૦૦/-ને બદલે રૂ. ૫૦૦/-માં સ્ટોક હશે ત્યાં સુધી જ મળી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular