નેતૃત્વ, કરુણાના આદર્શ ફિલ્ડમાર્શલ સેમ માનેક શૉને આદરાંજલિ

ઉત્સવ

વિશેષ

મુંબઇના સ્થિત કોલાબા મિલિટરી સ્ટેશન સ્થિત શહીદ સ્મારક પર ફિલ્ડમાર્શલ સેમ માનેકશૉની પુણ્યતિથિ ૨૭મી જૂન, ૨૦૨૨ તારીખે સંરક્ષણ દળો અને નાગરિકો દ્વારા તેમને આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ફિલ્ડમાર્શલ સેમ માનેકશૉ, એમસીને સેમ બહાદુર તરીકે પણ સંબોધન કરવામાં આવતું હતું. તેઓ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ભારતીય સૈન્યના વડા હતા અને ફિલ્ડમાર્શલની કક્ષાએ પહોંચનારા પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી હતા.
——
લેફ. જનરલ એચ. એ. કાહલોન એસ એમ. જીઓસી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. ઊચ્ચ રેન્કિંગ ધરાવતા ઝોરાસ્ટ્રિયન વેટરન ઓફિસર્સ સેમ માનેકશોના પૌત્ર જહોન માનેકશૉ, બીપીપીના ટ્રસ્ટીઓ, ઝોરાસ્ટ્રિયન સોસાયટીના સ્કાઉટસ અને ગાઇડસ અને પારસી સમાજના સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
——-
સંરક્ષણ દળોના અધિકારીઓ અને નાગરિકોએ સંયુક્ત રીતે ફિલ્ડમાર્શલને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પચક્ર અપર્ણ કર્યું હતું.
—–
સામાજિક કાર્યકરો સુશ્રી પરવીન દારૂવાલા અને સુશ્રી હોશેદાર એલાવિયા દ્વારા તૈયાર કરાયેલો ઇવેન્ટ યાદગાર બની રહે તેવો હતો, જે ડિફેન્સ પર્સોનલની સંમતિ, મદદ અને ભવ્ય વ્યવસ્થા વગર શકય
ન બન્યો હોત તે નિર્વિવાદ છે.
——કાર્યક્રમના આયોજનમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના ડિફેન્સ પર્સોનલ દ્વારા ઝીણામાં ઝીણી વિગતો ધ્યાનમાં લેવામાં આવી હતી. એસ. એચ. એફ. જે. માનેકશૉ બહાદુર, પ્રમાણિક અને ઉમદા સૈનિક હતા તે હકીકત તેમને ડિફેન્સ પર્સોનલ દ્વારા આપવામાં આવેલા અભૂતપૂર્વ સન્માનથી જોઇ શકાય છે. શ્રી બુર્જિસ ઝવેરીએ વૉટ ઑફ થેન્ક્સ આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.