મુંબઈ: ઉનાળુ વેકેશનમાં બહારગામની ટ્રેનોમાં રિઝર્વેશનની ટીકીટ મળવાના મુશ્કેલી પડી રહી છે ત્યારે અત્યારથી કોંકણની ટ્રેનો ફૂલ થઇ જવાને કારણે આ મુદ્દે પ્રવાસીઓએ રેલવે પ્રશાસન તરફ નારાજગી વ્યકત કરી હતી, પણ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષના નેતાએ રેલવે પ્રશાસનને લોકોના હિતમાં તાકીદે વધુ ટ્રેનો દોડવવાનો અનુરોધ કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા અજિત પવારે આ મુદ્દે આજે કોંકણમાં રહેનારા લોકો માટે આગળ આવ્યા છે, રેલવે ટિકિટના આરક્ષણની દલાલી કરનારા રેકેટની તપાસ કરવાની માંગ કરી હતી.
ગણેશોત્સવ દરમિયાન કોંકણ ( કોંકણ રેલવે ) જતી ટ્રેનોનું રિઝર્વેશન માત્ર એક મિનિટમાં પૂર્ણ થઈ જવા મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને રેલવે અધિકારીઓ અને ટિકિટ દલાલો વચ્ચેની સાંઠગાંઠને કારણે આવું થઈ શકે છે. સામાન્ય મુસાફરો તહેવારો માટે પોતાના વતન જતા હોય છે તેવા સમયે મોટી સંખ્યામાં રેલ્વે ટીકીટ બુક કરીને તેને ઊંચા ભાવે વેચવાનું રેકેટ ચાલી રહ્યું છે. આમાં કોના હિત સંડોવાયેલા છે, આ ગેરરીતિમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની સઘન તપાસ થવી જરૂરી છે. મધ્ય રેલવે અને કોંકણ રેલવેએ આ ટિકિટ રિઝર્વેશન વિશે પૂછપરછ અને તાપસ કરવી જોઈએ. આવા રેલવે દલાલોને અંકુશમાં લેવા જોઈએ. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે ગણેશોત્સવ દરમિયાન કોંકણમાં વધારાની ટ્રેનો છોડવાની માંગ કરી હતી.
અજિત પવારે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગણેશોત્સવએ મહારાષ્ટ્રની અને ખાસ કરીને કોંકણીની ઓળખ, આસ્થા અને સંસ્કૃતિનો વિષય છે. દરેક મરાઠી વ્યક્તિ અને ખાસ કરીને કોંકણી આખા વર્ષ દરમિયાન ગણેશોત્સવની આતુરતાપૂર્વક રાહ જુએ છે. કામ માટે દુનિયાના કોઈપણ ભાગમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય પણ દરેક કોંકણી ગણેશોત્સવ માટે કોંકણમાં પોતાના ગામ જાય છે. તેની તૈયારી અને આયોજન દરેક કોંકણવાસી આખા વર્ષ માટે કરે છે. ગણેશોત્સવ એ કોંકણનો સાંસ્કૃતિક વારસો છે.
મુંબઈ-ગોવા હાઈવેનું કામ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તેમજ આ હાઈવેની હાલત બહુ ખરાબ છે. આ હાઈવે પર મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલીભરી છે. તેથી રોડ માર્ગે મુસાફરી કરવી પણ યોગ્ય વિકલ્પ નથી. કોંકણને જોડવા અને કોંકણ વાસીની સુવિધા માટે મહત્વાકાંક્ષી કોંકણ રેલવેનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોંકણ રેલવે કોંકણવાસીઓની જીવાદોરી છે. ગણેશોત્સવ નિમિત્તે કોંકણ જતી રેલ્વે ટ્રેનોમાં વેઈટીંગ લીસ્ટના બોર્ડ લાગી ગયા છે. ૧૫ સપ્ટેમ્બરે મુંબઈના છત્રપતિ ટર્મિનસથી ઉપડનારી કોંકણ્યા એક્સપ્રેસનું વેઈટિંગ લિસ્ટ માત્ર દોઢ મિનિટમાં એક હજારને પાર કરી ગયું હોવાનું સામે આવ્યું છે. ૧૬ સપ્ટેમ્બરનું રિઝર્વેશન કરાવવા ગયેલા મુસાફરોને તમામ ટ્રેનોની સામે ‘regretનો મેસેજ મળી રહ્યો છે. તેથી ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતી રેલવે ટ્રેનોના રિઝર્વેશનમાં ગેરરીતિ થઈ શકે છે. શંકાને અવકાશ છે. આ પ્રકાર ખૂબ જ ગંભીર છે.
ગણેશોત્સવ માટે ગામડે જવાનું નક્કી કરી રહેલા હજારો લોકોને ત્રણ માસ માટે ગામમાં જવા-આવવાનું આયોજન કર્યું છે. તેના માટે, તેઓ કોંકણ રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે આખી રાત જાગતા રહે છે. આ વર્ષે ગણેશોત્સવ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. તેથી તેના ઓછામાં ઓછા બે દિવસ પહેલા એટલે કે ૧૭ સપ્ટેમ્બરે આ યાત્રાની તારીખના ૧૨૦ દિવસ પહેલાનું રિઝર્વેશન શુક્રવારે ખોલવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ દિવસે માત્ર એકથી બે મિનિટમાં રિઝર્વેશન પૂર્ણ થઈ જાય છે, જ્યારે વેઈટિંગ લિસ્ટ લાંબુ છે.
આ પ્રકારનો અર્થ છે કે રેલવે રિઝર્વેશનમાં ગેરરીતિની શક્યતા વધુ છે. રેલવે ટિકિટો ગેરકાયદે રીતે વેચનારા દલાલો મોટી સંખ્યામાં ટિકિટો રિઝર્વ કરીને મોંઘા ભાવે વેચે છે તેવો અત્યાર સુધીનો ઘણા લોકોનો અનુભવ છે. સામાન્ય પ્રવાસીઓ તહેવારો માટે પોતાના વતન જતા હોય છે તેવા સમયે મોટી સંખ્યામાં લોકોનું બુકિંગ કરીને તેને ઉંચા ભાવે વેચવાનું રેકેટ શરૂ થયું છે. આમાં કોના હિત સંડોવાયેલા છે, આ ગેરરીતિમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની સઘન તપાસ થવી જરૂરી છે. રેલવે દલાલોને અંકુશમાં લેવા જોઈએ તેમ જ કોંકણવાસીની સુવિધા માટે ગણેશોત્સવના સમયગાળામાં કોંકણમાં વધારાની રેલવે ટ્રેનો છોડવામાં આવે તેવી માંગ પણ પત્રમાં કરવામાં આવી છે.