વલસાડના કંજણહરિમાં દારૂ પાર્ટી પર LCB નો દરોડો: એક સગીર સહીત 41 લોકો ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત

આપણું ગુજરાત

કહેવાતી દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય છે તે નવી વાત નથી. ત્યારે વલસાડના કંજણહરિ ગામમાં આ વાતની સાબિતી આપતો બનાવ સામે આવ્યો છે. LCBએ કંજણહરિ ગામમાં એક બંગલોમાં ચાલતી દારૂ પાર્ટી રેડ પાડી હતી. LCBએ દારૂની મહેફિલ માણી રહેલા 41 લોકોને ઝડપી લીધા છે જેમાં એક સગીર વયના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોમાં રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ હોવાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.


મળતી માહિતી મુજબ LCBને બાતમી મળી હતી કે કંજણહરિ ગામના એક બંગલોમાં મોટી દારૂ પાર્ટી થઇ રહી છે. જેને આધારે LCBની ટીમે રવિવારની મધરાતે દરોડો પડ્યો હતો. LCBએ વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ તથા એક સગીર સહિત 41 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યાં હતા.

આટલી મોટી સંખ્યામાં લકોને શરાબ સાથે કબાબની પણ મહેફિલ માણતા જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.મોડી રાત્રે ઝડપાયેલા તમામ આરોપીઓને પોલીસ બસમાં બેસાડીને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત LCBએ 25 લીટર વિલાયતી દારૂનો જથ્થો, પાંચ કાર, બાઈક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBના આ દરોડાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જામ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.