બિશ્નોઇ ગેંગના પ્લાન Bનો ઘટસ્ફોટ! સલ્લુમિંયાને બીજી વાર પણ મારવાનો કર્યો હતો પ્રયાસ

દેશ વિદેશ ફિલ્મી ફંડા

બોલીવૂડ સ્ટાર સલમાન ખાન પર હજુ પણ જીવનું જોખમ યથાવત્ છે. છેલ્લાં ચાર વર્ષથી બિશ્નોઈ ગેંગના ટાર્ગેટ પર રહેલા સલમાનની હત્યા કરવાના છ વાર પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે પંજાબ પોલીસે આ કેસમાં નવો ઘટસ્ફોટ કર્યો છે. લોરેન્સ ગેંગે છેલ્લા ત્રણ મહિનામાં સલ્લુમિંયા પર હુમલો કરવાનો બે વા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગેંગે સલમાનને ફાર્મ હાઉસના રસ્તામાં મારવાનો પ્લાન બનાવ્યો હતો.
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ બાદ ચર્ચામાં આવેલી બિશ્નોઈ ગેંગે પનવેલ સ્થિત સલમાનના ફાર્મહાઉસના રસ્તે લોરેન્સના શૂટર્સે રેકી કરીને રૂમ ભાડે લીધી હતી. આ જગ્યાએ તેઓ દોઢ મહિનો રોકાયા હતાં. પંજાબ પોલીસે શૂટર કપિલ પંડિતની ત્રણ દિવસ પહેલાં જ ભારત-નેપાળ બોર્ડર પર ધરપકડ કરી હતી. પૂછપરછમાં કપિલ પંડિતે તમામ વાતો કહી હતી. લોરેન્સના આ તમામ શૂટર્સ પાસે સલમાન પર હુમલો કરવા માટે ગન તથા કારતૂસ પણ હતા.
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ આપવામાં આવ્યું હતું. સલમાન ખાને ધમકી મળ્યા બાદ કારને બુલેટપ્રૂફ કરાવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.