Homeઆપણું ગુજરાતક કાયદાનો કઃ ગુજરાતી વિષય ફરિજયાત કરવા બનશે કાયદો

ક કાયદાનો કઃ ગુજરાતી વિષય ફરિજયાત કરવા બનશે કાયદો

 

રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતી ભાષાનું પ્રાધાન્ય રહે તે માટે હવે ગુજરાત સરકાર કાયદો ઘડશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ દાખલ કરવા માટેનું વિધેયક રજૂ કરવામાં આવશે.

ગુજરાત સરકારે ગુજરાતી ભાષા ગુજરાતના વિદ્યાર્થીઓ ભણે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત ગુજરાતી ભાષા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં ચાલતી અંગ્રેજી માધ્યમની શાળાઓ સીબીએસસી બોર્ડની શાળાઓ અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓ દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવતું હતું. આ અંગે  રાજ્ય સરકાર સામે ગુજરાત હાઇકોર્ટે પર લાલ આંખ કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર ગુજરાતી ભાષા માટે હવે કાયદો બનાવવા જઈ રહી છે.

આ કાયદા પ્રમાણે ધોરણ એકથી આઠમાં તમામ શૈક્ષણિક બોર્ડ એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસસી શિક્ષણ બોર્ડ અને ઇન્ટરનેશનલ શિક્ષણ બોર્ડની શાળાઓએ પણ ફરજિયાત પણે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ આપવાનો રહેશે. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શાળાને પ્રથમ વર્ષે દંડ કરવામાં આવશે તો બીજા વર્ષે એ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તો બીજી વખત દંડ કરવામાં આવશે અને જો ત્રીજા વર્ષે નિયમનું ઉલંઘન થશે તો શાળાની વાર્ષિક આવકમાંથી ટકાવારી પ્રમાણે દંડ કરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આ કાયદો લાવવા જઈ રહેલી છે. બુધવારે  વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં વિધાનસભાના બજેટ સત્ર માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા બજેટ સત્રના બિઝનેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular