ઈલોન મસ્કે ટ્વીટર ટેકઓવર કર્યા બાદ ટ્વિટર બ્લૂ સર્વિસની જાહેરાત કરી હતી. આ સર્વિસ માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય કંપનીએ કર્યો હતો. અનેક દેશોમાં આ સર્વિસ પહેલાથી જ શરુ દેવાઈ હતી હવે ટ્વિટરે ભારતમાં પણ આ સર્વિસ લોન્ચ કરી છે. ભારતમાં ટ્વિટર બ્લુ સેવાનો ઉપયોગ કરવા વેબ યુઝર્સે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મોબાઈલ યુઝર્સે આ સર્વિસ માટે 900 રૂપિયા ચૂકવવા પડશે.
ટ્વિટર દ્વારા ટ્વિટર બ્લુ સર્વિસ અમેરિકા, બ્રિટન, કેનેડા અને જાપાન સહિત અન્ય ઘણા દેશોમાં અગાઉ લોન્ચ કરવામાં આવી હતી. આ દેશોમાં વેબ યુઝર્સ માટે દર મહિને $8નો ચાર્જ રાખવામાં આવ્યો છે. જયારે વાર્ષિક સબ્સ્ક્રિપ્શન $ 84 રાખવામાં આવ્યો છે. ઉપરાંત ટ્વિટર Android યુઝર્સ પાસેથી $3 વધુ ચાર્જ કરશે અને Google ને કમિશન આપશે.
ટ્વિટરે ભારતમાં પણ આ સેવા શરૂ કરી છે. ટ્વિટર બ્લુ સર્વિસ મેળવવા માટે, વેબ વપરાશકર્તાઓને દર મહિને 650 રૂપિયા અને મોબાઇલ વપરાશકર્તાઓએ દર મહિને 900 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે એક વર્ષનું સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સે 6800 રૂપિયા ચૂકવવા પડશે.