લોઅર પરેલ ખાતે ડિલાઈલ બ્રિજના બે ગર્ડરમાંથી એક ગર્ડર લોન્ચ

આમચી મુંબઈ

ઑગસ્ટમાં બીજું ગર્ડર લોન્ચ, બ્રિજ તૈયાર થવાથી સ્થાનિક રહેવાસીઓને થશે રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના લોઅર પરેલ ખાતેના ડિલાઈલ બ્રિજના બે ગર્ડર પૈકી એક ગર્ડરને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. પશ્ર્ચિમ રેલવેના ઈતિહાસમાં આ સૌથી મોટી સિદ્ધિ છે, જે આગામી વર્ષમાં તૈયાર થયા પછી દક્ષિણ મુંબઈના રહેવાસીઓને પુલ પરથી અવરજવર કરવામાં સૌથી મોટી રાહત થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અત્યાર સુધીમાં ૯૦ મીટર લાંબા અને સૌથી ભારે ૧૦૪૦ મેટ્રિક ટન સિંગલ સ્પાન ૬૫ ડિગ્રી સ્ક્યૂવાળા ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ નાઈટનો પાવર અને ટ્રાફિક બ્લોક લીધા પછી સફળતાપૂર્વક ગર્ડરને બેસાડવામાં આવ્યું છે, જેમાં સિંક્રોનાઈઝડ ડિસ્પ્લેસમેન્ટ કંટ્રોલ્ડ સ્ટેન્ડ જેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઑગસ્ટમાં બીજું ગર્ડર લોન્ચ કરવામાં આવશે, જ્યારે આગામી વર્ષ સુધી બ્રિજ તૈયાર કરવામાં આવશે. ૧૮મી જૂનથી પાંચ નાઈટનો વિશેષ બ્લોક લેવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ક્યાંય લોકલ ટ્રેનસેવા પર કોઈ અસર પડી નહોતી, એમ પશ્ર્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ડિલાઈલ બ્રિજ માટે નવા ગર્ડરને લોન્ચ કરવા માટે ક્ધસલ્ટન્ટ એન્જિનિયરની સાથે રેલવે અને એજન્સીના પંદર એન્જિનિયરની એક ટીમની દેખરેખ હેઠળ કામ પાર પાડવામાં આવ્યું છે. પાંચ નાઈટ વિશેષ બ્લોક માટે કુલ ૨૪ કલાક કામકાજ ચાલ્યું હતું, જેમાં આઠ સુપરવાઈઝરની સાથે ૧૦૨ મજદૂરને તહેનાત કરવામાં આવ્યા હતા. આ બ્રિજની ડિઝાઈન જટિલ છે, કારણ કે તેનો રસ્તો સીધો નથી. આ પુલ ૮૯.૮૯ મીટર લાંબો છે, જેમાં ૧૧ મીટરની ત્રણ લેન તથા ૧.૮ મીટર લાંબી ફૂટપાથનો સમાવેશ થાય છે.
લોઅર પરેલ સ્થિત પાલિકાની સાઈડનો ડિલાઈલ બ્રિજ મુંબઈ શહેર માટે એક સૌથી મહત્ત્વનું કનેક્ટર છે, જે પૂર્વ મહાનગરના પ્રવાસીઓને લોઅર પરેલ સ્થિત કાર્યલયો, કમર્શિયલ હબ માટે સૌથી મહત્ત્વનો રસ્તો છે, જે પ્રવાસીઓ કરી રોડ સ્ટેશન સુધી ટ્રાવેલ કરે છે અને આ પુલનો ઉપયોગ લોઅર પરેલમાં કમલા મિલ્સ, હાઈ સ્ટ્રીટ ફિનિક્સ અને પેનિનસ્યુલા પાર્ક વગેરે કમર્શિયલ સેન્ટર સુધી પહોંચવામાં પણ મદદરૂપ થશે. એટલું જ નહીં, આ બ્રિજ (આરઓબી) વાહનચાલકો માટે એક પૂર્વ અને પશ્ર્ચિમ લિંક માટે મહત્ત્વનો છે, જ્યાંથી રોજના ૧,૨૦૦ જેટલાં વાહન ઉપયોગ કરે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.