Homeઉત્સવપેલા ગુલાબના છોડ પર હાસ્ય ખીલ્યું છે એ તોડીને પહેરી આવજે

પેલા ગુલાબના છોડ પર હાસ્ય ખીલ્યું છે એ તોડીને પહેરી આવજે

ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા

હાલમાં જ આખા દેશમાં છઠ પૂજન થયું
છઠ પૂજાનો મહિમા તમને કહું:
પ્રતિહાર ષષ્ઠી, જેને સૂર્ય ષષ્ઠી,
નારી ષષ્ઠી અથવા છઠ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવાળી પછી ભારતમાં બંગાળ, બિહાર અને ઝારખંડના લોકો અને નેપાળના તેરાઈ પ્રદેશમાં ખાસ જોવા મળતી એક મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય વિધિ છે. ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગોમાં, છત્તીસગઢમાં અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પણ જોવામાં આવે છે. આ પૂજા ભગવાન સૂર્ય, ભગવાન અગ્નિ અને ભગવાન કાર્તિકેય અથવા મુરુગાને સમર્પિત છે. લોકો પરિવારના સુખ માટે આ વ્રત કરે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો વ્રતનું પાલન કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવી પણ માન્યતા છે કે સૂર્યદેવની ઉપાસના કરવાથી ‘રક્તપિત્ત’ જેવા રોગો મટાડવામાં મદદ મળે છે. પરિવારનું આયુષ્ય અને સમૃદ્ધિ પણ સુનિશ્ર્ચિત થાય છે. આ વ્રત મુખ્યત્વે મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે, ઘણી જગ્યાએ પુરુષો પણ ધાર્મિક વિધિમાં જોડાય છે અને ઉપવાસ કરે છે. છઠ પૂજનના દિવસે ભક્તો તળાવ, દરિયા કિનારે અથવા નદીના કિનારે સૂર્ય ભગવાનને ‘અર્ગ’ અર્પણ કરે છે. તેમાં ફૂલો, ફળો, ફણગાવેલા અનાજ, સૂકું નાળિયેર, શેરડી, સફેદ મૂળો, મીઠાઈઓ અને ખજુરીનો સમાવેશ થાય છે. ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહીને સૂર્યદેવને અર્ગ અર્પણ કરવામાં આવે છે.( આપણે સવારે સૂર્યદેવને (અર્ગ) જળ અર્પણ કરતા હોઇએ છીએ. એમ આ પૂજામાં ઢળતા (આથમતા) સૂર્યદેવની પૂજા. પછી સાંજે પૂજા ઘરમાં કરવામાં આવે છે, જેમાં અગ્નિ દેવતા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં શેરડીના સાંઠા ચારે બાજુ બાંધી પછી અગ્નિની આરાધના થાયછે. પરીવારના સુખ માટે કુદરતને રીઝવવાની સરસ મજાની વાત છે. છઠ પૂજાનું મહત્ત્વ, રીત પદ્ધતિઓ અને શા માટે છઠપૂજા થાય છે. એ મને મુંબઈ આવીને ખબર પડી. જ્યારે મેં ચોપાટી પર મહાનાયક અમિતાભ બચ્ચનજીના ઘરની સામે જુહુ બિચ પર તેઓએ રાખેલી છઠપૂજામાં પહેલીવાર પ્રવેશ કર્યો હતો. મઝા આવી હતી.
જ્યાં જ્યાં મુંબઈમાં ગણપતિ વિસર્જન થતા હોય છે કે દરિયા કિનારો હોય છે ત્યાં ત્યાં લોકો છઠપૂજન કરતા હોય છે. લોકો રિક્ષામાં, ગાડીમાં, પગપાળા, સ્કૂટર બાઇક, સાઇકલો, લોકલ ટ્રેનમાં લાંબી લાંબી શેરડીનાં સાંઠા લઈ. બીજી સામગ્રી, પૂજાપો, બધું લઈને એવા સરસ તૈયાર થઈને (સ્ત્રીઓ સેંથામાં ખૂબ સિંદુર લગાડીને) દરિયા કાંઠે પહોંચતા હોય છે અને પરિવારની ઉન્નતિ માટે છઠ પૂજન કરતા હોય છે. હવે તો સરકાર દ્વારા ભવ્ય છઠ પૂજનોના કાર્યક્રમો થાય છે તે નિમિત્તે આજે સર્વ ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.
નવા વર્ષનો ખૂબ જ આનંદ, ઉત્સાહ, જીવન બધું જ. પ્રક્રૃતિદેવી દરેકે દરેક જીવને સારું જીવન આપે. મારી અંતરની ઈચ્છા કે બધાને અન્ન, જળ, વાયુ, રહેઠાણ સારી રીતે અને સગવડ પ્રમાણે મળે. જેમ કોઈ છોડ સુંદર રીતે ઊગતો હોય છે. ઊછરતો હોય છે. મોટો થતો હોય છે એમ આપણે બધા માણસો સારી રીતે જીવન જીવીએ. પોતાના જીવનમાં આગળ વધીએ, પ્રગતિ કરીએ અને સારા કામોથી મળેલા સારા ફળનું સારું ભાથું આપણી સાથે બાંધીએ. જીવનમાં આગળ વધીએ. શરીર અને શ્ર્વાસ ભલે સીમિત છે. પણ આપણા જીવનના અંત સુધીની એક એક ક્ષણ તો આપણા માટે જીવનની અમૂલ્ય ભેટ છે. એને આપણે સુંદર રીતે જીવીએ. આખો દિવસ બહાર ડોકિયા કરીએ છીએ. એના કરતા અત્યારે વાંચન કરીએ છીએ એ વખતે પણ આપણા મનમાં અંદર જોઈએ. શબ્દોને મનમાં ઉતારીએ. કે આ વખતે અંધકાર ઓછો થયો? મારા મનમાં દરેક જીવાત્મા સાથે સારા વર્તનના કે સંબંધના મેં દીવડા પ્રગટાવ્યા? એ રીતે સૌથી પહેલા આપણે આપણા અંતરમનને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે ફ્રેન્ડઝ!
સંવત ૨૦૭૯નો આરંભ થઈ ચૂક્યો છે. હવાએ પોતાની દિશા બદલી લીધી છે અને વાયુદેવ, વરુણદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ બધા જ આપણને કહી રહ્યા છે, પ્રકૃતિ પણ આપણને એક જ વાત કરી રહી છે કે મિત્રો હવે જીવનમાં કુદરતને સમજીને આગળ વધો. દરેક વાચક પોતાની જાતને અંતરમનમાં જોઈ, પોતાના જીવનને સમજવાનો પ્રયત્ન કરે. નહીં કે બીજાના ચાલી રહેલા જીવનથી હંમેશા સરખામણી કરે. એ સરખામણી કરવાનું કે બીજાની કંપેરમાં પોતાનામાં શું નથી એનું અવલોકન કરવાનું આપણે બંધ કર્યું અને આપણી પાસે શું છે આપણે શું છીએ. એમાં કેવી રીતે વૃદ્ધિ કરવાની છે. એક દિવસ, પછી એક અઠવાડિયું, પછી મહિનો…
એ રીતે હવે નવું જીવન શરૂ કરીએ.
સેલિબ્રેશન માટે આ ડિસેમ્બર થર્ટીફર્સ્ટ આવશે. ક્રિસમસ આવશે ફરી પાછા આપણે ઉજવણીમાં લાગી પડશું. હેહેહે… પણ ત્યાં સુધી આપણે શું કરીએ છીએ. એક ઉત્સવ પછી બીજા ઉત્સવના પહેલા પગથિયે પહોંચીએ ત્યાં સુધી આપણે! હવે શું કરીએ છીએ એની ઉપર થોડું ધ્યાન આપીએ. નિરીક્ષણ કરીએ. કાંઈ નહિ તો ખાલી આપણા સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયત્ન કરીએ. ભગવાનની દયાથી હું બહુ જ લોકપ્રિય થઈ. મારા કામથી, શબ્દોથી અનેક લોકોના મને આશિર્વાદ મળ્યા છે. માટે ફરી કહીશ કે કારેલાનું જયુસ પીજો.(હેહેહે), લીંબુ નાખજો. થોડું લાલ મીઠું. કાંઈ નહિ તો નમક આયોડિન વાળું નાખી દેજો. થોડુંક, સ્વાદ પ્રમાણે. પાણી નાખી અને બહુ ઘટ્ટ નહીં તો થોડું ડાઇલ્યુટ કરીને પીજો પણ ફાફડા, જલેબી, ઊંધિયું, પૂરી, ઘૂઘરા, લાડુ, મીઠાઈઓ, કેકો, બધું આરોગી લીધુ હશે.
હવે નવા વર્ષમાં જો તમારે તાજગીસભર શરૂઆત કરવી હશે. તો મારી વાત માનવી જ રહી. મારા કીધેલા શબ્દો ફોલો કરવા જ રહ્યા. અને થોડું આપણા શરીરમાં ‘કડવું કરિયાતું’ કડવા કરેલા, કડવા લીમડાનો અને કડવા ઓસડિયાનો થોડો રસ એ બધું તમારે શરીરમાં ગ્રહણ કરવું જ રહ્યું. સૌથી પહેલા તો કાંઈ જ ન મળે તો તુલસીના રોજ પાંચ પત્તા દરેકે દરેક વ્યક્તિ ઘરમાં તમે ચાવી જાઓ. ચાવી ન જવાય જો ધર્મ પ્રમાણે એને ઉકાળી, પીસી અને તમે એનો રસ પી જાઓ. હું એમ નહિ કહું કે બહારનું ખાવાનું બંધ કરી દો. ઘણા લોકોને ત્યાં સારું આરોગ્યસભર ટિફિન આવતું હોય છે. તો હું એમ કહીશ કે હવે થોડોક સમય આરોગ્યને આપણા શરીરને બેઝિક વસ્તુઓ પૂરી પાડે એવું થોડું અન્ન ગ્રહણ કરો. તેલનો વપરાશ ઓછો કરી દો. એટલે કે ખૂબ ડીપ ફ્રાય વસ્તુઓ હમણાં થોડો વખત ન ખાઓ. ઠંડીનો માહોલ છે. તેલ ગળામાં ચોંટી જાય. છાતીમાં ચોંટી જાય. અને હમણાં બહુ જ બધી મીઠાઈઓ ને ફરસાણ ખાધું હશે. માટે થોડો શરીરને આરામ આપજો. પેલું ગીત છેને એ રીતે યાદ કરજો મન કહે મેં ઝૂમૂં, મેં ગાવું. તો આપણું મન આપણને કહેશે ખૂબ ખરીદું ઓર ખૂબ ખાવું, પણ એવું ન કરતા. તમે કહેજો મન મેં અભી થોડા ઠહેર જાઉં, સમજ જાઉં.
હાહા ઓકે!
શરીરને સવારે એક ગ્લાસ ગરમ પાણી પાવ અને મિત્રો એક થોડો ચેન્જ લાવજો કે ગરમ પાણીમાં મધ ન નાખતા મધને ગરમ કરવાથી મધના તત્વો ખતમ થઈ જાય છે. એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો. એવું હોય તો પાણી થોડુંક ઠંડું થાય પછી મધ નાખજો અને સરસ મજાનું લીંબુ મધનું હૂંફાળું પાણી પીજો.
સવાર સવારમાં તુલસી નાખજો આદું લેમનગ્રાસ, ફૂદીનો પાણીમાં ઉકાળો. થોડુંક તજ-લવિંગ અને એકાદ બે મરી વાટીને નાખો (ખાંડ નહીં) થોડો ગોળ નાખો, નહીં તો બે ચાર ટીપા લીંબુનો રસ અને પીવો. ગુડ ફોર યોર હેલ્થ અને એકદમ નિર્દોષ. આદુંના રસનો પ્રયોગ કરો. જેનાથી શરીરને કોઈ જ નુકસાન નહીં થાય. આદું, તુલસી, મધ મિક્સ કરીને ઘરમાં બાળકોને ચટાડો, મસ્ત ચટાકેદાર લાગે અને ગળું પણ સારું થાય. મિત્રો મધ ઉપરથી યાદ આવ્યું. મારા એક ગમતીલા જ્ઞાતિબંધુએ મધમીઠા શબ્દોથી નવા વર્ષનું સ્વાગત કરતું નાનકડું કાવ્ય, લેખન કે મનોઈચ્છા કંડારી છે. તમારા સુધી પહોંચતી કરું છું. મનને ગમશે.
‘આવી જા વીર સંવત ૨૦૭૯’
દરવાજો ખુલ્લો જ છે, અંદર આવ.
પણ જરા થોભી જા.

RELATED ARTICLES

Most Popular