લાતુરની વહુરાણી અને દેશનાં સૌથી વધુ લોકપ્રિય મહિલા આઈએએસ અધિકારીઓમાંથી એક ટીના દાબીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લાખો લોકો સોશિયલ મીડિયા પર તેને ફોલો કરે છે.
ટીના દાબી રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી છે અને હવે આ મહિલા અધિકારી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને એ પણ તેમના વાઈરલ વીડિયોને કારણે. આ વીડિયોમાં ટીના અલગ અલગ લૂક આપતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. 20 લાખથી વધુ વખત આ વીડિયો જોવાયો છે અને 2.3 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.
મધ્યપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ટીના રાજસ્થાનના જેસલમેર જિલ્લાના કલેક્ટર છે. યુપીએસસીની પરીક્ષામાં તેઓ દેશમાં પહેલાં નંબરે ઉત્તીર્ણ થયા હતા. ગયા વર્ષે ટીના ડાબીને રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી અને મૂળ લાતુરના પ્રદીપ ગાંવડે સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. ટીના અને પ્રદીપ એકબીજાને કોરોનાકાળમાં મળ્યા હતા અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને આખરે લગ્ન કરી લીધા હતા.
આ પહેલાં ટીનાએ બે વર્ષ સુધી ડેટ કર્યા બાદ 20મી માર્ચ, 2018ના બેચમેટ આઈએએસ અથમ આમિર ખાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ બંને વચ્ચે સબ કુછ ઠીક નહીં ચાલતા આખરે 2021માં બંનેએ મ્યુચ્યુઅલી ડિવોર્સ લઈ લીધા હતા.