રાજકોટમાં મોડી રાત્રે પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર, બે આરોપી અને એક PSI ઘાયલ

આપણું ગુજરાત

Rajkot: રાજકોટ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ની સતર્કતાને કારણે એક મોટી લુંટનો(robbery) બનાવા બનતા બનતા રહી ગયો. ગઈ કાલે મોડી રાત્રે રાજકોટના પૉશ એરિયા અક્ષર માર્ગ પર આવેલા એક બંગલામાં 6 ધાડપાડુંઓ લુંટના ઈરાદે આવેલા ત્યારે પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. ધાડપાડું ટોળકીએ પોલીસ જવનો પર હથિયારો વડે હુમલો કર્યો હતો પોલીસે પણ વળતો જવાબ આપતા ગોળીબાર કર્યો હતો. જેમાં 2 આરોપીઓ અને એક PSI પણ ઘાયલ થયા હતા. પોલીસે કુલ ચાર 4 શખ્સોને દબોચી લીધા છે. જયારે બે ફરાર થઇ ગયા છે.
મળતી માહિતી મુજબ ગઈ કાલે મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં રાજકોટના પોશ વિસ્તાર અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં શેરી નંબર 2માં સ્થિત રિધ્ધિ સિધ્ધિ બંગલોમાં ધાડપાડુ ગેંગ મોટી લુંટ કરવાના ઈરાદે પહોંચી હતી. એ સમયે પેટ્રોલિંગ કરી રહેલી SOGની ટીમને બાતમી મળી હતી કે ધાડપાડુ ગેંગના સભ્યો ચિત્રકૂટ સોસાયટીની આસપાસ ફરી રહ્યા છે. ધાડપાડુંઓ ટેબલનો સહારો લઈને પહેલા માળે પહોંચી ગયા હતા એટલામાં પોલીસની ટીમ આવી પહોંચી હતી. ધાડપાડું ટોળકીએ ધારદાર હથીયારી વડે પોલીસ પર હુમલો કર્યો હતો. વળતો જવાબ આપતા પોલીસ જવાનોએ પણ સામે ફાયરિંગ કર્યું હતું. ધાડપાડું ગેંગેએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો ઉપરાંત પોલીસ પાસેથી બંદુક છીનવી લેવાનો પણ પ્રયત્ન થયો હતો. પોલીસે કરેલા ફાયરિંગમાં ટોળકીના બે સભ્ય ઘાયલ થયા હતા. ગેંગના એક સભ્યને કમરના ભાગે ગોળી વાગી હતી.
સમગ્ર બનાવમાં પીએસઆઈ ધર્મેશ ખેરને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાય હતા. જોકે, હાલ તેમનું સ્વાસ્થ્ય સારું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ માંમાલે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ધાડપાડુ ગેંગના 4 સભ્યોને દબોચી લીધા છે. બે આરોપી ધાયલ હોવાથો સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. બે આરોપી ફરાર થવામાં સફળ થયા હતા. પોલીસે ફારાર આરોપીઓને શોધવા તાજવિજ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને અન્ય ત્રણ ધારદાર હથિયારો જપ્ત કરાયા છે.
પોલીસની સતર્કનાને કારણે મોટી લુંટનો બનાવ બનતા બનતા અટકી ગયો. બંગલાના માલિક પોલીસ તંત્ર અને ગૃહ વિભગનો આભાર માની રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.