CJIના કાર્યકાળનો આજે અંતિમ દિવસ: પહેલી વાર Supreme court ની સુનાવણીનું Live Streaming! ફ્રીબીઝ અંગે આજે આવશે ચુકાદો

ટૉપ ન્યૂઝ

આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) એન.વી. રમનાના(N.V.Ramana) કાર્યકાળનો અંતિમ દિવસ છે. તેઓ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme  court) તેમના કામકાજના છેલ્લા દિવસે સેરેમોનિયલ બેંચની કાર્યવાહીની લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે. 2018ના ચુકાદા પછી પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં લાઈવ-સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે.

નિવૃત થઇ રહેલા ચીફ જસ્ટિસ એન.વી.રમનાની આગેવાની હેઠળની સેરેમોનિયલ બેંચની સુનવણીનું લાઇવ સ્ટ્રીમિંગ થઇ રહ્યું છે. માહિતી અનુસાર, આજે કુલ 20 કેસનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. સવારે 10:30 વાગ્યાથી NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર) વેબકાસ્ટ પોર્ટલ દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં થઇ રહ્યું છે.

આજે સૌથી મહત્વનો આદેશ ફ્રીબીઝ (ચૂંટણી પહેલા મફત ભેટ આપવાનું વચન)ની અરજી પર હશે. તે જ સમયે, ઘણા રાજકીય પક્ષોએ આ મુદ્દે દલીલ કરી છે કે આ મફત નથી પરંતુ જનતા માટે કલ્યાણકારી પગલાં છે.
આજે CJI રમનાના કાર્યકાળનો છેલ્લો દિવસ છે અને તેઓ CJI જસ્ટિસ યુ યુ લલિત સાથે બેસશે. CJI એન.વી.રમનાનો વિદાય સમારંભ સાંજે 4.15 વાગ્યે યોજાશે.

બીજી બાજુ, દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા ગુરુવારે આયોજિત વિદાય કાર્યક્રમમાં સીજેઆઈએ કહ્યું, “મને લાગે છે કે તમે પરી પાસે કે અપેક્ષાઓ રાખી હતી તેના પર હું ખરો ઉતર્યો છું. મેં મુખ્ય ન્યાયાધીશ તરીકે મારી ફરજો નિભાવી છે. મેં બે મુદ્દા ઉઠાવ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યાયાધીશોની નિમણૂક. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને કોલેજિયમ દ્વારા આપવામાં આવેલા સમર્થનને કારણે અમે હાઇકોર્ટમાં લગભગ 224 ન્યાયાધીશોની સફળતાપૂર્વક નિમણૂક કરી છે.”

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.