ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા
કેમ છો મારા વહાલા વાચકમિત્રો? મજામાં હશો! મિત્રો, વિશ્ર્વ ભાષા દિવસ આપણે મનાવ્યો. વર્લ્ડ એન્જિનિયરિંગ વીક પણ મનાવ્યું. હવે મજાની વાત. વર્લ્ડ એન્જિનિયરિંગ વીક સપ્તાહ સુધી મનાવવામાં આવ્યું અને બાકી બધા ‘ડે’ મનાવવામાં આવે છે. તો બે માણસોએ કીધું કે વાહ ભાઈ વાહ એન્જિનિયરોને આખો અઠવાડિયું અને બાકી બધા ડે, પાર્શિયાલિટી. હંહંહંહં. એટલે મેં કીધું આમાં પણ જો વિઘ્ન ન પડે તો આપણી ક્રિયેટિવિટી ઓછી થઈ જાયને!
ડે, અડે, પડેની રાઈમિંગ કરવામાં આપણે ખાલી કેટલી વસ્તુઓ સડે, એવા કામ કરી નાખતા હોઈએ છીએ. હેંને? અટપટું લાગે છેને? મારા સર મને હંમેશાં કહે કે વાચકોને સરળ વાચન વધુ વાંચવું ગમે. લોકોને વાચન ઊતરે મનમાં.
એ જ સરળતાથી જવાબ આપું, તો બીજા બધા ડે, કારણ કે દરેકને મહત્ત્વ આપવું છે, પણ એન્જિનિયર્સ વીક, વિશ્ર્વ ઘડતા એટલે વિશ્ર્વકર્માને કહેવાય એન્જિનિયર જનરલી, પણ વિશ્ર્વ ઘડતાં કેટલી સદીઓ લાગી છે. પેલું કહેવાય છેને કે વિષ્ણુ ભગવાનની એક આંખ ખૂલે અને પલકારો મારે ત્યારે બ્રહ્માજીની એક સદી પૂરી થતી હોય છે અને વિષ્ણુજીનો પલકારો પૂરો થતો હોય છે અને શિવજી શૂન્યથી સર્જનની એક આખી સદી સંપૂર્ણ કરતા હોય છે. એ ધ્યાનાવસ્થામાં વિશ્ર્વનું ધ્યાન રાખતા હોય છે. એવી જ રીતે વસ્તુઓમાં એન્જિનિયર્સ જ્યારે કોઈ વસ્તુ બનાવતા હોય ત્યારે કેટલી બધી વાર લાગે છે. કેટલા બધા જીવ માટે જીવનની સુવીધાઓ ઘડનાર એન્જિનિયર્સ લોકોને બિરદાવવા અઠવાડિયું પણ ઓછું છે. બરાબર!
આપણે ઓપન માઇન્ડના માણસો, જે છે એમાંથી સારું શું કરી શકીએ એ આપણું કામ. બાકી ભજીએ હરિ નામ. હાહાહા… હસતાં હસતાં બીજી એક વાત બની આજે. અમે લગભગ ચાર અલગ ભાષાના માણસો સવારમાં ભેગા થયા હતા. બધાએ મારો સ્વભાવ અને મારી વસ્તુઓ ગોતવાની ઉત્કંઠાના કારણે તરત મને કહ્યું કે વિશ્ર્વ ભાષા દિવસ મનાવાયો હોં નેહાજી!! એટલે મેં કીધું જ્ઞાન બદલ આભાર. ૨૭મીએ ‘મરાઠી ભાષા દિવસ છે’. હું ગુજરાતી ભાષાને તો માન આપું જ આપું છું. માતૃભાષા છે મારી. એટલે એક રીતે બહુ જ આનંદ થયો કે લોકોને ખબર છે કે હું ભારતીય વિશ્ર્વ એક ખોજ પર નીકળેલો જીવ છું. એટલે જે આજુબાજુથી મને જ્ઞાનની ભિક્ષા મળે એ ગ્રહણ કરી રહી છું. પરિણામ શું હશે મને ખબર નથી અને એ જ માતા-પિતાના ગીતાસાર પ્રમાણેનું સાચું કર્મ થશે. વડીલો કહે છે એમ કે તું કર્મ કર, પરિણામની આશા ન રાખ. કારણ જીવન ખાલી આ એક જન્મનું નથી અનેક જન્મનું છે. પુનરપી જનમમ પુનરપી મરણમ એ જીવન મર્મ છે. એવું મને શીખવ્યું છે. એટલે મારે આ એક જીવનમાં અનેકોઅનેક વસ્તુઓને એટલું માન આપી દેવું છે કે મારા તરફથી કોઈ કચાશ ન રહી જાય. હાહાહા.
કહે છે કે મંદિરમાં એક સાવરણી પણ ફેરવો તો પુણ્યમાં ફાળો નોંધાઈ જાય. ૧૦૮ જાપમાંથી એક જાપ કરો એ પણ ભગવાન સાંભળે જ છે. એટલે જ તો કહે છે ટીપેટીપું સરોવર ગણે. નથિંગ ગોઝ વેસ્ટેડ ઇન બેન્ક ઓફ ગુડ ફોર્ચ્યુન. બસ આપણે એ ભાવ સમજવાનો છે. આખી પ્રકૃતિ ભોળી છે, આપણો ભાવ સમજી જશે. જેમ આપણા ઓપન માઈન્ડમાં, દર વખતે શબ્દોની ઉજવણી કરીએ એમાં હું કે તમે શું! જેમ આપણાં ઘરોમાં ભાઈબહેનો વચ્ચે (અમે ભાન્ડા કુટ્ટી કહીએ) ઘઝડા ને ભેદભાવ થાય ત્યારે ઘરના વડીલો ગાયને પેલું ગીત.. એ બે એક સ્વરૂપ અંતર નવ કરશો. ભોળા ભવાનીને ભજતાં ભવસાગર તરશો. નહીંતર વહી જશો. હાહાહા. એવું આપણે બધા એકમાંથી તો અનેક ઉત્પન્ન થયા છીએ સો લેટ્સ ઓપન અવર માઈન્ડ એન્ડ બી રેડી ફોર લાઇફ.
આજ તો ધર્મને વિજ્ઞાન સાથે જોડતો કોઇ તેહવાર નથી, પણ કાલ ‘મરાઠી ભાષા દિવસ’ ઊજવાશે અન આપણે મુંબઈગરા આપણને લગભગ મરાઠી ભાષા આવડે. ના આવડે તો પણ બહાર જઈએ તો થોડો મરાઠીનો સોપ્પો મારતા જ આવીએ. એમાંય જો ઘરેથી તાઇનો ફોન આવે તો ખાસ એ દિવસે એમની સાથે આપણે મરાઠીમાં ચલાવીએ. લોકોને ખબર પડે કે અરે આ તો મરાઠીમાં પણ બોલે છે. હાહા. કેવી મજા આવે નૈ! સેમ આપણી માતૃભાષા ગુજરાતી. હવે ગુજરાતીમાં આપણે મરાઠી ભાષાને માન આપીએ. પ્રણામ કરીએ તો કેવું વહાલું લાગે. જસ્ટ લાઇક અસ. આપણે બધા કેટલા યુનિક યુનિક છીએ. તમે ક્યાં છો. શું કરો છો. તમારા જીવન વિશે મને કાંઇ ખબર નથી તોય તમે બધા મને કેટલા વહાલા લાગો છો. એટલે જ તો હું હંમેશાં તમને કહું છું મારા વહાલા વાચકમિત્રો. રાઇટ! એ જ રીતે બીજા માણસોની સંસ્કૃતિ, ભાષા, સંસ્કારને આપણે માન આપીએ તો એ ઓટોમેટિક આપણને વહાલાં લાગવા માંડે.
હું ઘણી વાર કહેતી હોઉં છું જે પહેલી વાર મેં કોલેજના ફંક્શનમાં કહ્યું હતું. અમારે યુનિવર્સિટીમાં ભારત, બંગલાદેશ, પેલેસ્ટાઇન, આફ્રિકા, મલેશિયા લગભગ બધા પ્રદેશનાં બાળકો આવતાં હોય. એમાંની હું પણ એક ઠેઠ ગુજરાતણ. તે લોકો જ્યારે મને કહે અમે ફલાણા દેશના છીએ, અમે આમ છીએ, તેમ છીએ. ઘણા બધા ટોપિક્સ હોય. મને ઝટકા લાગે કલ્ચરના કે ઓહ ગોડ તમે આમ ખાઓ છો, તેમ કરો છો. જન્મથી વિલીનતા સુધીના દરેક સંસ્કાર કેટલા અલગ અલગ હોય છે, જેમ કે મારી એક વિદેશી મિત્રના પિતાજી શરીર છોડી વૈકુંઠવાસે ગયા ત્યારે તેમણે ચિયર્સ વિધિ કરી હતી અને મેં એને એટલું બધું જ્ઞાન ઝાડ્યું હતું કે ન પૂછો વાત.
છેલ્લે પેલી એક વાક્ય બોલી એની ભાષામાં કે પણ આ તો અમારું કલ્ચર છે. જે દેવલોક જીવ ગયો એનું ભાવતું પીણું પીવું અને એને વિદાય આપવી. મારા પપ્પાને વ્હિસ્કી ઓન ધ રોક ભાવતી તો અમે બધાને એ ધરી, જેમ કે મારાં બાને બટર મિલ્ક ભાવતું. તો એમની વખતે અમે એ ધર્યું હતું. કોઈને બિયર ભાવે તો એ કરે, કોઈને ખૂબ સ્વીટ ભાવતી હોય તો તે ધરે અને હું સાંભળતી રહી. ઘરે જઈને પપ્પાને મેં કહ્યું કે આવું થયું બોલો મારી સાથે. તો તેમણે કહ્યું બરાબર છે એવું આપણામાં પણ છે. દાદાજીને બાસુંદી ભાવતી હતી તો આપણે તે ધરી હતી બધાને. ત્યાં મમ્મીએ કહ્યું કે નાનીને ફ્રૂટકંપો, આઇસક્રીમ, બટેટાં ભાવતાં તો આપણે તે બધાને ખવરાવ્યા હતા. તેમને યાદ કરી તેમનો જીવનમાં ઉપકાર માનીને પાર્થિવ શરીરને વિદાય આપી હતીને. ફીલિંગ સેમ ટુ સેમ. વસ્તુઓ અને ભાષા ભલે આલગ.
મને મારી ટિપિકલ અજ્ઞાનતાનો ભાસ થયો હતો યુનો! હાહાહા. હા આપણા ભૂતકાળના અજ્ઞાનને આપણે સમજણ સાથે જોડીએ ત્યારે આપણે આપણા જ અજ્ઞાન ઉપર હસી નાખવાનું. તો સાચું જ્ઞાન પણ મળે અને આગળ પણ વધાય. (એને સાચું સાબિત કરવા માટે બીજા લોકોની હાલત ખરાબ નહિ કરી નાખવાની.) એવું મનોચિકિત્સકો કહે છે. એટલે હું તો ભયંકર હસું મારી ભૂલો ઉપર (ઘણી વાર રડું) અને જ્યારે ને ત્યારે સમય મળે તો એ વ્યક્તિઓને હું નમસ્કાર પણ કરી દઉં. હાહાહા.
પિતાજીના કારણે ગુજરાતી, બંગાળી, સંસ્કૃત, મરાઠી, હિન્દી ભાષા સાથે નાનપણથી મલ્ટિપલ કલ્ચરમાં ઊછરવાનો મોકો મળ્યો છે. મારા પપ્પા એટલે કહેવાય કે સંત માણસ છે. અલગારી જીવ છે.
દરેક જગ્યાએ વહેતા જાય અને બધાને માન આપતા જાય. એમની એક યુનિક વસ્તુ. તેઓનું કામ રેડ પાડવાનું હતું. બધા ડરી જાયને? પણ મારા પિતાજી રેડ પાડવા જાય ત્યારે એમની રાહ જોવાતી હતી કે મહેતા સાહેબ આવશે અને આપણને આપણી ભૂલો કે ક્ષતિઓ સુધારવી કેવી રીતે એ કાનૂની રીતે શિખવાડશે. (પપ્પા કહે છે કે એ વખતે લોકોથી ભગા અજ્ઞાનતામાં થતા એ સમયમાં બધું લૂંટીએ એવું ૧૦૦૦માં ૧૦ને થતું) એટલે પહેલી આપણી ફરજ બને એ જોવાની કે વાત શું છે. એ વખતે બધું લખાણ ચોપડે હતું એટલે પિતાજીને અલગ અલગ માણસોની અલગ અલગ ભાષાનું જ્ઞાન વધારે ઉચિત લાગતું અને તેઓને પહેલાં સમજાવતા બધી સરકારી બાબતો. પછી બધું શીખવાડીને કરકસરનું પાસું સમજાવતા. આટલો બધો સમય ને એનર્જી તેઓ આપતા અને એકપણ સો કોલ ભેટો નહીં, પણ માતાઓના આશીર્વાદ અને એક કપ ચા પીતા. (અલગ જ વસ્તુ મારા જીવનમાં જોઈ છે, કદાચ ચિત્રપટમાં કોક વાર ઉતારીશ અને હું જ સાચી રીતે ઉતારી શકીશ એટલો મને વિશ્ર્વાસ છે. એટલે આઈડિયાઝ ચોરવાનો કોઈ ફરક ન પડે) હાહાહા. જે વ્યક્તિને મળે એ વ્યક્તિની ભાષાની લઢણમાં એ વ્યક્તિના વિચારોને, એમની રીતભાતને એટલું બધું માન આપે. એટલો બધો સાથ આપે. એટલે લોકો મારા પપ્પાના પ્રેમમાં બહુ પડી જાય. એવા જ અમારા નાનપણથી ચાંદોદકર અંકલ પિતાજીના ઇન્સ્પેક્ટર ફ્રેન્ડ, લહેરી અંકલ-આંટી બંગાળી ગાયકો, અમે ઓલ્ડ ટાઉનમાં શેરીમાં રહેતાં જે વિસ્તાર હતો શાહપુર, ખાનપુર, મિર્ઝાપુર. ત્યાં મોટા ભાગે દેરાસર, ચર્ચ ને દરગાહ હતાં. તો એ પણ માતા-પિતા છોડાવતાં નહીં. હું તોફાની હતી એટલે મને બધી જગ્યાએ ધર્મજ્ઞાન આપવા લઇ જવાની એ મારા મોટા ભાઈની ફરજમાં આવતું. હાહાહા, પણ ભાષામાં ઘણું બધું ધન છુપાયેલું હોય છે જે અમને પિતાજીએ એમના મિત્રોના આશીર્વાદ દ્વારા અપાવ્યું.
એટલે જ્યારે યુનિવર્સિટીમાં ફર્સ્ટ ટાઈમ મને કોઈક બંગલાદેશથી આવેલી છોકરીએ કહ્યું હતું કે તુમ હમારા બંગલાદેશ ક્યા જાનો? તો મેં કીધું હતું જીતના મૈં મેરી ‘માં’ કો જાનતી, ઉતના મેરી મૌસી કો જાનતી હૂં. પછી શું? તાળીઓ હાહાહા.
એ વખતે તો એવોર્ડ ને તાળીઓ મળી હતી, પણ એક ભાષાના પ્રોફેસર હતા. તેઓએ પૂછ્યું હતું કે તને આ વાક્ય શીખવાડ્યું કોણે? મેં કહ્યું કે બ્રિટિશ રાજ અને સરકારી ભાગલાઓના કારણે એ વખતની પેઢીના માણસો દરેક ઘરમાં આ વાક્ય બોલતા હતા. જેમાંનું એક ઘર મારાં દાદીનું પણ હશે. એ લોકો એવું માનતા હતા કે ભારત મારી માતા છે તો પાકિસ્તાન મારી માસી. પાકિસ્તાનવાળાઓ માનતા હતા કે પાકિસ્તાન માતા છે અને ભારત માસી. આ ભાગલાના કારણે આપણે કેમ સંબંધ ખરાબ કરવાના. એ વખતના ભારતીય માનતા હતા કે આ ધરતી એક જ છે. જે ચાલી રહ્યું છે એમાં આપણે કંઈ કરી નથી શકતા. એટલે આ ભાગલા છે. બાકી આત્મા, લોહી બધું એક જ છેને? ટૂંકમાં મારા વડીલોના સંસ્કારે મને શીખવાડ્યું કે ભાષા લોકોને જોડવા માટે બની છે, ભાગલા પડવા માટે નહીં. આ વાક્ય જેના કારણે મને એવોર્ડ મળ્યો.
અલગ અલગ ભાષાઓ એકબીજાને મળે, અંતર ઘટે એટલે ભાવના જન્મે. એટલે આ વસ્તુઓથી હું તમને એમ કહેવા માગું છું મિત્રો કે ભાષાનું મહત્ત્વ કેટલું બધું છે. એના શબ્દોને જાણવું મહત્ત્વનું છે અને સરખો ઉપયોગ કરવો એનું તત્ત્વ જાળવીને, એનું સત્ય જાળવીને અને લોકો સુધી પહોંચાડવી. ભાષાનો ઉપયોગ સરખો થાય તો સોનામાં સુગંધ ભળી જાય. જીવન ચમકી જાય.
જીવનને શણગારતી ભાષા. ષઢ ખૂલે ને નાવડીને દિશા મળે તેમ ભટકી ગયેલા રાહીને કોમ્યુનિકેશનનો સહારો આપે, સાચી રાહ દેખાડતી એવી આપણી ભાષાઓ. માણસને માણસથી નજીક લાવતી ભાષા. ભારતમાં તો કેટલા પ્રકારની ભાષાઓ છે. એને આપણે વધાવી જ લેવી જોઈએ. કવિતા લખતાં નહીં આવડે તો ચાલશે, પણ એ કુમળી ભાષાના શબ્દોનો મોતીહાર બનાવીને પહેરવો જ જોઇએ. એને આપણે માન આપવું જ જોઈએ જેનાથી આપણું કલ્યાણ થાય. આપણામાં જ્ઞાનની સરિતાઓ વહે. એ જ રીતે હું ગુજરાતણ ‘મુંબઈ સમાચાર’ના દરેકેદરેક વાચકો તરફથી ઓપન માઈન્ડ સાથે ગુજરાતી માતૃભાષાની બહેન, મહારાષ્ટ્રની મરાઠી ભાષાને શત શત નમન. દરિયાકિનારે એક ભાષા સાથે અહીંયાંના લોકો સાથે કેવી રીતે રહેવું એનો અમને સંગમ આપ્યો એ બદલ અમે જીવનભર તમારા આભારી રહીશું અને સદાય દરેકેદરેક જગ્યાએ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરીની જેમ ભાષાઓના સંગમ થાય અને ભાવના પ્રયાગરાજ સર્જાય. એકબીજા સમજે એવા આશીર્વાદ આપે. આપણા મોઢામાંથી દરેક લોકો માટે સારા શબ્દો નીકળે. મરાઠી ભાષા સાથે વિશ્ર્વ ભાષા દિવસ પોતાનો સરસ આપણા જ્ઞાનમાં ભળે. શત શત નમન અપણી માતા અને માતૃભાષાને. ‘આપણ સઘળા માણૂસ મરાઠી આણી મહારાષ્ટ્ર આપલા’, ‘કાય મણતાત વડીલ’. ‘મુંબઈ સમાચાર’ ઓપન માઈન્ડ અને એનાં દરેકેદરેક સુવાક્યો રચનાર લેખકો અને વાચકો તરફથી ભાષાઓને અને એની ભવ્યતાને નેહા મહેતાનાં નમન. આજે તો કહી શકું કે આ ભાષાએ મને તમારા ભાવ સુધી પહોંચવાનો આશીર્વાદ આપ્યો છે. જય હો જગત જનની ધરતી માતા. જય હો વિશ્ર્વ જનની વિવિધ ભાષા. અમારા નમન સ્વીકાર કરો અને વિકાર હરો. આજે રવિવાર છે, જાણવી નવી વાત છે. વિભિન્ન ભાષાઓનો રસથાળ માણીએ. ભાષાથી ભાવ જગાડીએ, ભિન્ન ભિન્ન ભાષાના તાલે ડમરુનાદ વગાડીએ. અનેકતામાં એકતા સમો માનવતાનો નાદ બ્રહ્માંડમાં પહોંચાડીએ.