કોલંબિયામાંથી ફરી એકવાર ભૂસ્ખલનના સમાચાર જાણવા મળ્યા છે. ભૂસ્ખલનમો કારણે ત્રણ લોકોના મોત થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ 20 લોકો ફસાયેલા છે, તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં આખી બસો જ દટાઇ ગઇ હતી. બચાવ ટીમો સમગ્ર વિસ્તારમાં ફરી ફરીને બસ અને મોટરસાઇકલમાં મુસાફરી કરી રહેલા લોકોને શોધી રહી છે, જેઓ ભૂસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી તેમને મળી હતી.
દરમિયાન કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ માહિતી આપી હતી કે ભારે વરસાદને કારણે રાહત કાર્યમાં ઘણા અવરોધ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં નવ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ત્રણના મોત થયા છે. હજી પણ લગભગ 20 લોકો ગુમ છે.
સિવિલ ડિફેન્સના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં ફસાયેલી એક બસમાં લગભગ 25 મુસાફરો સવાર હતા. કોલંબિયામાં ઓગસ્ટ મહિનાથી વરસાદ ચાલુ જ છે, જેના કારણે કોલંબિયા છેલ્લા 40 વર્ષમાં સૌથી વિનાશક સ્થિતિ સર્જાઇ છે.અત્યાર સુધીમાં અલગ-અલગ ઘટનાઓમાં 270 લોકોના મોત થયા છે.