મણિપુરના નોનીમાં ભૂસ્ખલન થતા આર્મી કેમ્પ દટાયો , 7 નાગરિકોના મોત, 60 સૈનિકો સહિત અનેક લાપતા

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર 29મી જૂન બુધવારની મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનમાં હાલ 7 લોકોના મોતની ખાતરી કરવામાં આવી છે. જયારે ભારતીય સેનાના 60 જવાનો સહિત અનેક લોકો લાપતા છે. જયારે 19 લોકોને બચાવી લેવાય છે. અધિકારીઓના જણાવ્ય પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. NDRFની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પુરજોશમાં બચાવ કાર્ય પ્રગતિમાં છે.

NDRFની એક ટીમ બચાવકાર્યમાં

બુધવારે મધ્યરાત્રિની આસપાસ જ્યારે જીરીબામથી રાજધાની ઇમ્ફાલ સુધી નિર્માણાધીન રેલ્વે લાઇનની સુરક્ષા માટે એક આર્મીના જવાનો તૈનાત હતા ત્યારે આ ઘટના બની હતી. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં મોટાપાયે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન હેઠળ 19 લોકોને બચાવી લેવાયા છે. આ ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા લોકોને નોની આર્મી મેડિકલ યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.

બચાવકાર્ય દરમિયાન બહાર કઢાયેલા મૃતદેહો

તામેંગલોંગ અને નોની જિલ્લામાંથી વહેતી નદીનું વહેણ ભૂસ્ખલનના કાટમાળને કારણે રોકાઈ ગયું છે, જેથી ડેમ જેવી સ્ટોરેજની સ્થિતિ બની છે છે, જો તેમાં ભંગાણ પડશે તો નોની જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિનાશક પુર આવી શકે છે. જેને લઈને નોનીના ડેપ્યુટી કમિશનર દ્વારા એક સલાહકારી સુચના બહાર પાડવામાં આવી છે.

મણીપુરના મુખ્યપ્રધાન બિરેન સિંહ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરીના નિરક્ષણ માટે પહોંચ્યા હતા.દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્થિતિનો તાગ મેળવવા મણિપુરના મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી.

“>

કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “મણિપુરના તુપુલ રેલ્વે સ્ટેશન નજીક ભૂસ્ખલનને પગલે મુખ્યમંત્રી શ્રી બીરેન સિંહ અને શ્રી અશ્વિની વૈશ્નવ સાથે વાત કરી. બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. NDRFની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. 2 વધુ ટીમો તુપુલ જવાના માર્ગે છે”

“>

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘મણિપુરના સીએમ શ્રી એન.બીરેનસિંહજી સાથે વાત કરી અને દુ:ખદ ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિની સમીક્ષા કરી. કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી. હું અસરગ્રસ્ત તમામ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. મારી લાગણીઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે.’

“>

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.