ચોમાસાને કારણે દેશભરના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે પહાડી વિસ્તારોમાં ભુસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ગુરુવારે એટલે કે રક્ષાબંધનના દિવસે એક સાથે બે ઘટનાઓ બની છે, જેને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ કુદરતી આફતને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવેને બંધ રાખવામાં આવ્યો છે. હાઈવે પર પહાડોના મહાકાય પથ્થરો પડ્યા હોવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. જમ્મીની તવી નદીના જળસ્તરમાં પણ વધારો થતાં ડેપ્યુટી કમિશનરે એલર્ટ જારી કર્યું છે અને નદી કિનારે નાગરિકોને ન જવાની અપીલ કરી છે.

નોંધનીય છે કે બુધવારે રાત્રે હિમાચલના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાને કારણે દુકાનોની સાથે ગાડીઓ પણ પાણીમાં વહી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ જિલ્લા પ્રશાસન હજુ પણ બચાવ કામગિરી કરી રહી છે.

Google search engine