લાલુ યાદવ પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતી સાથે Land for job scamમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે લાલુ યાદવ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપશે, પરંતુ આરજેડી સુપ્રીમો વ્હીલ ચેર પર સીબીઆઈ કોર્ટ પહોંચ્યા હતા. લાલુના પરિવારને મોટી રાહત આપતા કોર્ટે 50,000 રૂપિયાના બોન્ડ પર રાહત આપી છે. આ મામલે આગામી સુનાવણી 29 માર્ચે થશે.
Land for job scamમાં લાલુ પરિવાર વતી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે લાલુ પરિવારને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તે જામીનનો વિરોધ નથી કરી રહી. તે જ સમયે, લાલુ યાદવના સમર્થકો અને આરજેડી કાર્યકર્તાઓ મીઠાઈ વહેંચી રહ્યા છે. આ મામલો એ સમયનો છે જ્યારે લાલુ યાદવ ભારતીય રેલ્વે પ્રધાન હતા. કેસમાં આરોપ છે કે તેણે જમીન લઈને રેલવેમાં ખાલી પડેલ જગ્યાઓ પર નિમણૂક કરી છે.
Land for job case: લાલુ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સીબીઆઈ કોર્ટ પહોંચ્યા…
Also Read: https://bombaysamachar.com/land-for-job-case-lalu-yadav-rabdi-devi-and-misa-bharti-reach-cbi-court/