લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર, એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બીમાર આરજેડી સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને બુધવારે બપોરે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી.
નોંધનીય છે કે તેમના ઘરની સીડી પરથી નીચે પડી ગયાના એક દિવસ પછી, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવને પટનાની પારસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને પગ અને કમરમાં ઈજા થઈ હતી. તેઓ કિડનીની બીમારી સહિત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે. 3 જુલાઈના રોજ એમઆરઆઈ સ્કેન કરાવ્યા બાદ, તેમના ખભામાં હેરલાઈન ફ્રેક્ચર જોવા મળ્યું હતું અને ત્યારબાદ તેમને બે મહિના માટે બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, સુગર લેવલ વધી જતાં સોમવારે વહેલી સવારે તેમને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની તબિયત વધુ ગંભીર જણાવવામાં આવી હતી, પરિણામે તેમને એરલિફ્ટ કરીને તત્કાળ દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એક દિવસ પહેલા પીએમ મોદીએ આરજેડી નેતા અને બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવને ફોન કરીને તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.