સીબીઆઇ કોર્ટે લાલુ યાદવને આપી રાહત, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપોર જઇ શકશે

દેશ વિદેશ

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને CBI કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાથી તેઓ સિંગાપોર જવા માગે છે. હવે લાલુ પ્રસાદની સિંગાપોરમાં સારવાર માટે રસ્તો સાફ થઈ ગયો છે. લાલુ યાદવના પાસપોર્ટને રિન્યુ કરાવવાની મંજૂરી મળી ગઈ છે, ત્યારબાદ હવે તેઓ ટૂંક સમયમાં સારવાર માટે સિંગાપુર જઈ શકશે. પટના ઘાસચારા કૌભાંડ કેસની સુનાવણી કરી રહેલી સીબીઆઈની પટના સિવિલ કોર્ટની વિશેષ અદાલતે લાલુ પ્રસાદને પાસપોર્ટ રિન્યૂ કરવાની મંજૂરી આપી છે.
નોંધનીય છે કે ઘાસચારા કૌભાંડનો એક કેસ પટનાની વિશેષ અદાલતમાં પેન્ડિંગ છે, જેમાં લાલુ પ્રસાદ પણ આરોપી છે. પટનાની વિશેષ અદાલતમાં ઘાસચારા કૌભાંડનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટે થવાની છે.
લાલુ પ્રસાદ યાદવ તાજેતરમાં પટના સ્થિત તેમના નિવાસસ્થાને સીડી પરથી પડી ગયા હતા. આ દરમિયાન તેમને પીઠ અને ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ છતાં તેમની તબિયત લથડતી રહી હતી. ત્યારબાદ લાલુને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. જોકે હવે તેમને દિલ્હી એઈમ્સમાંથી પણ રજા આપવામાં આવી છે અને લાલુની તબિયતમાં ઘણો સુધારો થયો છે.
તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાથી તેઓ સિંગાપોર જવા માગે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.