પૂર્વ બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી લલિત મોદીની ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન

ફિલ્મી ફંડા

શું સંબંધ પૂરો થયા પછી પણ બે લોકો વચ્ચે સારી મિત્રતા રહી શકે? હા, રહી શકે. તમને કદાચ અજુગતું લાગશે, પરંતુ આવા ઘણા કપલ છે જે અલગ થવા છતાં મિત્રતા જાળવી રાખે છે. આ વાત અભિનેત્રી સુષ્મિતા સેનને પણ બરાબર લાગુ પડે છે.
અભિનેત્રી સુષ્મિતા સેન હવે બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી છે, પરંતુ સાથે જ તેની એક્સ બોયફ્રેન્ડ રોહમન સાથે પણ સારી મિત્રતા છે. બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન અને મોડલ રોહમન શાલનું બ્રેકઅપ થઈ ગયું છે, પરંતુ બ્રેકઅપ પછી પણ બંને સારા મિત્રો છે.
થોડા મહિના પહેલા સુષ્મિતાએ રોહમન સાથેના બ્રેકઅપની જાહેરાત કરી હતી. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેથી જ્યારે અભિનેત્રીએ બ્રેકઅપની જાહેરાત કરી ત્યારે લોકોનું દિલ તૂટી ગયું હતું.
બ્રેકઅપ પછી પણ રોહમન અને સુષ્મિતા ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ બંને બાંદ્રામાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીની પુત્રી રિની પણ બંને સાથે હાજર હતી. તેમણે ખુશીથી પાપારાઝીને પોઝ આપ્યો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.