બોલીવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનું બિઝનેસમેન લલિત મોદી સાથે ઇલુ ઇલુ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. સુષ્મિતાએ હાલમાં જ જાહેરાત કરી છે કે તે બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી છે. સુષ્મિતાની આ જાહેરાત બાદ સહુ કોઈના હોશ ઉડી ગયા છે. એટલું જ નહીં, લલિતે તેની લેડી લવ સુષ્મિતા સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમાંની કેટલીક તસવીરો તેમની જૂની મુલાકાતની તસવીરો છે તો કેટલીક નવી છે. આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
લલિત મોદીએ પણ સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા હોવાનું ટ્વીટ કર્યું હતું. લલિત મોદીએ કરેલા ટ્વીટમાં દેખાય છે કે, તે સુષ્મિતા સેન સાથે રોમેન્ટિક પળો માણી રહ્યા છે. લલિત મોદીએ કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે, પરિવાર સાથે વર્લ્ડ ટુર કરીને હાલ જ લંડન પરત ફર્યો છું. આ દરમિયાન લલિત મોદીએ ‘બેટરહાફ’ તરીકે સુષ્મિતા સેનનું નામ લખ્યું છે.
અને નવા જીવનની શરુઆત થઈ રહી છે. આ સાથે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની તસવીરો પણ શેર કરી છે. જેમાં બંને એક કપલ તરીકે દેખાઈ રહ્યા છે.
લલિત મોદીના આ ટ્વીટ બાદ મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા છે કે લલિત મોદીએ અને સુષ્મિતા સેને લગ્ન કરી લીધા છે. જો કે, આ અહેવાલો અંગે લલિત મોદીએ બીજું ટ્વીટ કરીને તેમના લગ્ન અંગે સ્પષ્ટતા પણ કરી હતી.
લલિત મોદીએ લગ્ન અંગે સ્પષ્ટતા કરીઃ
લલિત મોદીએ બીજી ટ્વીટમાં લખ્યું કે, હું અહીં સ્પષ્ટતા કરવા માંગુ છું કે, અમે લગ્ન નથી કર્યા પણ અમે એક બીજાને ડેટ કરી રહ્યા છીએ. લગ્ન પણ ટૂંક સમયમાં થશે. આ ટ્વીટ સાથે પણ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના ફોટો શેર કર્યા હતા.

Just back in london after a whirling global tour #maldives # sardinia with the families – not to mention my #betterhalf @sushmitasen47 – a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz

— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022

“> 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.