બે મહિનામાં જ આલિંગન આપીને પ્રેમ લૂટાવતા Bollywood ના આ પ્રેમી પંખીડા છૂટા પડી ગયા?

ફિલ્મી ફંડા

સુસ્મિતા-લલિત મોદી બ્રેક અપ

લલિત મોદી અને સુષ્મિતા સેને જ્યારે 2 મહિના પહેલા રિલેશનશિપની જાહેરાત કરી હતી, ત્યારે તહેલકો મચી ગયો હતો. લલિત મોદીએ ન માત્ર તેમના સંબંધની જાહેરાત કરી હતી, પરંતું સુષ્મિતા સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી. તસવીરમાં બંને એકબીજા પર પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા હતા. હવે આ જોડીના બ્રેક અપના સમાચાર આવી રહ્યા છે. લલિત મોદીના ટ્વિટર એકાઉન્ટ પરથી આ સમાચાર જાણવા મળ્યા છે.

IPL ફાઉન્ડર લલિત મોદીના એક નાનકડા પગલાએ તેમના અને સુષ્મિતા સેનના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધોની જાહેરાત કર્યા પછી, લલિત મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ બાયોમાં એક લાંબી પોસ્ટ લખી હતી જેમાં અભિનેત્રીને તેની બેટર હાફ તરીકે વર્ણવી હતી. આ સાથે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ ડીપીમાં સુષ્મિતા સાથેની તસવીર પણ મૂકી હતી. પરંતુ હવે લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયા બાયોમાંથી અભિનેત્રીનું નામ હટાવી દીધું છે અને તેની સાથેનો ડીપી પણ હટાવી દીધો છે.

થોડા મહિનાઓ પહેલા જુલાઈમાં IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ માલદીવમાં વેકેશનની તેમની ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન સાથેની તેમની કેટલીક તસવીરો શેર કરી હતી અને વેકેશનને તેમના જીવનનો નવો અધ્યાય એક નવી શરૂઆત ગણાવ્યો હતો. શરૂઆતમાં, એવું માનવામાં આવતું હતું કે તેઓએ તેમના લગ્ન વિશે કોઈને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા. જોકે, પાછળથી લલિત દ્વારા તેના પછીની પોસ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેઓ ફક્ત સંબંધમાં છે અને હજુ સુધી લગ્ન કર્યા નથી.

બંનેના સંબંધો જગજાહેર થયા બાદ તેમની તસવીરોએ ભારે ચર્ચા જગાવી હતી. બંને વચ્ચે ઉંમરના તફાવત વધુ છે. અહેવાલો અનુસાર, સુસ્મિતા સેનની ઉંમર 46 વર્ષ છે, જ્યારે લલિત મોદી 58 વર્ષના છે. એટલે કે બંને વચ્ચે 12 વર્ષનો તફાવત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.