સુષ્મિતાએ શેર કર્યો વીડિયો તો, બોયફ્રેન્ડ લલિત મોદીએ કહ્યું હોટ લાગી રહી છે

ફિલ્મી ફંડા

અભિનેત્રી સુષ્મિતા સેન અને લલિત મોદી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ચૂકી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુષ્મિતા સેને એક થ્રોબેક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો જેમાં લલિત મોદીએ કમેન્ટ કરી છે. સુષ્મિતાએ સાર્ડિનિયાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં લલિત મોદીએ કમેન્ટમાં લખ્યું હતું કે, સાર્ડિનિયામાં તુ ખૂબ જ હોટ લાગી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 14 જુલાઈના રોજ લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર એકબીજા ડેટ કરી રહ્યા હોવાની જાણકારી આપી હતી.


પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.