Homeઆમચી મુંબઈલાલબાગ હત્યાકાંડ: શકમંદ આરોપી યુવકને ઉત્તર પ્રદેશમાં પોલીસે લીધો તાબામાં

લાલબાગ હત્યાકાંડ: શકમંદ આરોપી યુવકને ઉત્તર પ્રદેશમાં પોલીસે લીધો તાબામાં

લાલબાગમાં દીકરીએ જ માતાની હત્યા કરવા પ્રકરણમાં હવે નવી માહિતી સામે આવી છે. કાલાચૌકી પોલીસે ઉત્તર પ્રદેશમાંથી એક યુવકને તાબામાં લીધો છે. મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશમાંથી એક યુવકને તપાસ માટે તાબામાં લીધો છે અને તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. 23 વર્ષીય દીકરીએ માતાની હત્યા કરીને તેના મૃતદેહના ટૂકડા કરચાં પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાલબાગ ખાતેની ઈબ્રાહિમ કાસમ બિલ્ડિંગમાં વીણા જૈન (53)ની તેમની દીકરી દિકરી રિંપલ જૈન (23) હત્યા કરી હોવાની માહિતી મળી હતી. આ પ્રકરણમાં માતાની હત્યા કર્યા બાદ રિંપલ લાલબાગના જ એક સેન્ડવિચ બનાવનારા યુવકને સંપર્કમાં હતી એવું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોઈ પોલીસને ઉત્તર પ્રદેશથી આ શંકમંદ યુવક હાથ લાગ્યો હતો. મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશ જઈને યુવકને તાબામાં લીધો હોઈ તેને મુંબઈ લાવીને તેની તપાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિંપલે હત્યા બાદ મૃતદેહની દુર્ગંધને છુપાવવા માટે 100 પરફ્યુમ અને એરફ્રેશનર ખરીદ્યા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રિંપલ જૈનના ઘરમાંથી મળી આવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેઈએમ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી વીણાની હત્યા કઈ રીતે કરવામાં આવી તેનો ખુલાસો થશે. મૃતદેહનું સિટી સ્કેન પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular