Homeઆપણું ગુજરાતસુરત માનપાની તિજોરી તળિયાઝાટક છતાં મેયરના બંગલા પાછળ લાખોનો ખર્ચ

સુરત માનપાની તિજોરી તળિયાઝાટક છતાં મેયરના બંગલા પાછળ લાખોનો ખર્ચ

સુરત મહાનગર પાલિકામાં ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ જેવી સ્થિતિ ઉભી થઇ છે. એક તરફ સુરત મહાનગર પાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ ગઈ છે ત્યારે મેયરના બંગલાની સારસંભાળ પાછળ દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ કરવમાં આવે છે. એક વર્ષેમાં સુરતના મેયરના બંગલા પાછળ રૂ. 26 લાખના ખર્ચ કરાતા AAPના કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સુરત નગર પાલિકા પાસે લોકોના કામ માટે બજેટ નથી ત્યારે પ્રજાના પૈસે સુરતના મેયર હેમાલી બોઘાવાલા આલીશાન બંગલામાં આરામદાયક જીવન જીવી રહ્યા છે. 5 કરોડના ખર્ચે બનેલા આલીશાન બંગલાની સારસંભાળ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સુરતના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં માહિતી મળી કે, સુરતના મેયરના બંગલામાં 4 માર્શલ, 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ, 1 ગાર્ડનના બેલદાર અને લાઈટ બિલ પાછળ છેલ્લા એક વર્ષમાં કુલ 26,63,198 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
AAPના કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે મેયરના બંગલામાં દર વર્ષે 4 માર્શલ પાછળ 12,32,448 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પાછળ 9,21,384નો ખર્ચ થાય છે. ગાર્ડનના બેલદાર પાછળ 4,05,576 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને 1 વર્ષના લાઈટ બિલ પાછળ 1,03,790નો ખર્ચ કરવામાં આવે છે. આ માત્ર સિક્યોરિટી અને લાઇટબીલ પાછળનો એક વર્ષનો ખર્ચ છે. અન્ય મેન્ટેનન્સ ખર્ચ ગણવામાં આવ્યો નથી.
તો કોર્પોરેટર મહેશ અણઘણના કહેવા અનુસાર આ મેયરના બંગલા પાછળ દર મહિને અંદાજિત 3 લાખ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ છે. વિકાસના કાર્યો કરવા માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માગણી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular