આ અભિનેતાની થઇ હત્યા, ફલેટમાંથી લોહીથી લથપથ મૃતદેહ મળ્યો

દેશ વિદેશ

Bengaluru: ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો છે. કન્નડ સિનેમાના દિગ્ગજ એક્ટર સતીશ વજ્રની લોહીમાં લથપથ મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે.
સતીશ બેંગ્લુરુના આર. આર. નગરમાં રહેતા હતા. કહેવાય રહ્યું છે કે સતીશની કોઇ અજાણ્યા શખ્સે હત્યા કરી દીધી છે. મહત્ત્વની વાત તો એ છે કે હજુ ત્રણ મહિના પહેલા જ સતીશની પત્નીએ પણ આત્મહત્યા કરી હતી. સતીશ વજ્ર જે ઘરમાં રહેતા હતા તે મકાન માલિકે ફ્લેટમાંથી લોહી નીકળતા જોયું હતું.

એણે જ પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઇને જોયુ તો સતીશનો મૃતદેહ ફ્લેટના ફ્લોર પર પડ્યો હતો. પોલીસે તત્કાલિક મૃતદેહને કબજામાં લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

સતીશ વજ્રએ પરિવારની વિરુદ્ધ જઇને લગ્ન કર્યા હતા. આ લગ્નથી સતીશ અને તેની પત્નીના પરિવારવાળા ખુશ નહોતા. બંનેના પરિવારમાં આ વાતને લઇને કલેશ પણ થતો હતો. આ જ કારણે કંટાળીને સતીશની પત્નીએ ત્રણ મહિના પહેલા આત્મહત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે બહેનની મોતનો બદલો લેવા માટે સાળા જ સતીશની હત્યા કરી છે. પોલીસ આ મામલે તપાસ કરીને આરોપીની શોધખોળ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.