અરે બાપ રે! મુંબઈની મોટી હૉસ્પિટલમાં એનેસ્થેટિશિયન જ નહીં!

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કોઈ પણ હૉસ્પિટલમાં ઈમરજન્સીમાં હૉસ્પિટલમાં એનેસ્થેટિશિયનની હાજરી બહુ મહત્ત્વની ગણાય છે. જોકે પાલિકાની સાંતાક્રુઝમાં આવેલી વી.એન. દેસાઈ હૉસ્પિટલમાં એનેસ્થેટિશિયનની અછત વર્તાઈ છે. તેને કારણે પ્રસૂતિ માટે આવેલી ગર્ભવતી મહિલાઓને બીજી હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી રહી છે. વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં શનિવારે, ૧૦ સપ્ટેમ્બરના બપોરના ચાર વાગ્યાથી એનેસ્થેટિશિયન ઉપલબ્ધ ન હોવાને કારણે ચાર ગર્ભવતી મહિલાઓને બાન્દ્રામાં આવેલી ભાભા હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ પ્રશાસને આ મહિલાના સંબંધીઓને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યું હોવાનું કહ્યું હતું.

હાલ કૂપર જેવી મેડિકલ હૉસ્પિટલમાં ચાર, તો જોગેશ્ર્વરીમાં ટ્રોમા હૉસ્પિટલમાં પાંચ એનેસ્થેટિશિયન છે. રાજાવાડીમાં ત્રણ તો કાંદિવલીની શતાબ્દીમાં છ અને બાન્દ્રાની ભાભા હૉસ્પિટલમાં નવ એનેસ્થેટિશિયન છે. દર્દીની સંખ્યાની તુલનામાં એનેસ્થેટિશિયનની સંખ્યા ઓછી ગણાય. લગભગ બંધ હાલતમાં રહેલી સિદ્ધાર્થ અને એમ.ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં એક અને કસ્તુરબા હૉસ્પિટલમાં આવશ્યકતા નથી છતાં એક એનેસ્થેટિશિયન આપવામાં આવ્યા છે. જ્યારે ઉપનગરીય હૉસ્પિટલનો મોટા ભાગનો ભાર સહન કરનારી વી.એન. દેસાઈમાં એનેસ્થેટિશિયનની અછતને કારણે દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દોડધામ કરવી પડી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.