સ્મૃતિ ઈરાનીને મળવા પહોંચ્યા ઓનસ્ક્રીન દીકરો અને વહુ!

ફિલ્મી ફંડા

ટીવી એક્ટ્રેસસમૃતિ ઈરાનીનું રાજકારણમાં ભલે મોટું નામ થઈ ગઈ હોય પરંતુ તેને આજે પણ લોકો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની તુલસી તરીકે ઓળખે છે અને યાદ કરે છે. શો બંધ થયાને ભલે વર્ષો થઈ ચૂક્યા હોય પરંતુ તેના ચાહકો સ્મૃતિને જોવા અને તેની સાથે ફોટો પડાવવા આજે પણ આતુર હોય છે. તાજેતરમાં સ્મૃતિનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ અશ્લેષા સાવંત અને સંદિપ બસવાના સાથે પોઝ આપતા જોવા મળે છે. નોંધનીય છે કે અશ્લેષાએ ‘ક્યોંકિ…’ સિરિયલમાં તિશા વિરાની અને સંદિપે સાહિલ વિરાનીનું પાત્ર ભજવ્યું હતું, આ બંને કલાકારોએ સ્મૃતિના ઓનસ્ક્રીન દિકરો અને વહુનો રોલ કર્યો હતો. સાહિલ અને અશ્લેષાની એક ફિલ્મ આવવાની છે અને સ્મૃતિના આશિર્વાદ લેવા માટે તેઓ પહોંચ્યા હતાં. ફેન્સને આ તસવીર જોઈને પહેલાના દિવસો યાદ આવી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.