કચ્છી ચોવક -કિશોર વ્યાસ
અમુક લોકો, કોઇ કાર્ય માટે ઓછી સંખ્યામાં એકઠા થયા ત્યારે આપણે સામાન્ય રીતે બોલતાં હોઇએ છીએં કે ‘સિંહના ટોળાં ન હોય’ એજ રીતે પ્રત્યેક સો માણસોએ ભાગ્યે જ એકાદ શૂરવીર નીકળે અને હજારે એકાદ દાતાર જોવા મળે તેના માટે એક પ્રચલિત ચોવક છે: “સોયેં શૂરો ને હજારેં દાતાર.
ગુજરાતી ભાષામાં એક કહેવત લખાતી અને બોલાતી હોય છે. ‘સોનીના સો ઘા અને લુંહારનો એક ઘા’ તેવી જ રીતે હિન્દીમાં પણ એ જ કહેવત આ રીતે કહેવાય છે: ‘સો સુનાર કી એક લુહાર કી’ તે કચ્છીમાં એ જ અર્થની ચોવક છે: ‘સોનારેની સો ઘા નેં લુહાર જો હિક઼ડો.’
સત્તા આગળ શાણપણ ન ચાલે, એવું આપણે વારંવાર બોલતા હોઇએ છીએ. કચ્છીમાં તેના માટે એક ચોવક આ પ્રકારની છે: “સો ધલીલું ને હિક઼ડો દુકમ એકથી બીજાને ચઢિયાતો બતાવવા માટે પણ કચ્છી ચોવક છે. ‘શેર મથે સવા શેર’ તો પણ આખરે મોટા હોય છે. તે મોટા જ રહે છે, એ વ્યક્ત કરવા પણ એક ચોવક છે: “શેરનું પંજ શેરી ભારી , ‘શેર’ અને ‘પંજશેરી’ એ બન્ને કચ્છી વજનિયાં હતાં, જે માય-તેલિયાં વપરાતા કોઇ મનગમતા પ્રસંગોનો વધારે પડતો રાજીપો વ્યક્ત કરવો હોય અથવા કોઇ હરખુડી વ્યક્તિ પર કટાક્ષ કરવો હોય તો તે માટે કહેવાય છે કે ‘સૂંચલે પેણાંયે ત સત ગડેં ચડેસ’ એજ રીતે જરૂર કરતાં વધારે પ્રતિભાવ કે પ્રતિક્રિયા બતાવનાર માટે કહેવાય છે કે, ‘શેર સાગ નેં પખાલ પાણી’ સાગ એટલે કે શાક અને પખાલ એટલે પખાલ, જેમાં કૂવામાંથી સિંચેલું પાણી ભરાતું! પોતાની હસ્તી પ્રમાણે વર્તનાર કે, ન વર્તનાર માટે પણ ચોવક છે: “સો જી સમરથ હિક઼ડેજી ભરીએ જ રીતે અતિશયોક્તિ માટે ચોવકમાં કહેવાયું છે: “બ સસા નેં ત્રે હુકા અહીં સસાનો અર્થ સસલા થાય છે, અને હુકા એટલે હોકો! ટૂંકમાં હદથી કે જરૂરિયાતથી વધારે, અતિશયોક્તિ!
એક અંગે્રજી કહેવત યાદ છે ને? “જેર ઓફ ઓલ બટ માસ્ટર ઓફ નન તેને ચોવકમાં આ રીતે નિરોપિત કરવામાં આવી છે: “સોંયે મેં શૂરો, સે મિણી મેં અધૂરો સેંકડો બાબતોનું જ્ઞાન હોય પણ એકેય બાબતમાં નિપુણતા નહીં!
‘ધીરજના ફળ મીઠાં’ ગુજરાતી કહેવત તો અત્યંત પ્રચલિત છે. એમ કહેવું હોય તો કચ્છીમાં આમ કહી શકાય: ‘સુતે મેં સો ગુણ, વિઠે મેં વી, ફિરે મેં રૂક ન મ઼િડે’ સૂવામાં સો ગુણ, બેઠા રહેવામાં વીસ અને ફરતા રહેવાથી કાંઇ ફાયદો ન થાય. ‘વિઠે મેં’ એટલે બેસવામાં, ‘રૂક’ એટલે પોલાદી, મજબૂત ચોવકનો ભાવાર્થ એવો થાય છે કે, જીવનમાં સ્થિરતા જેવી કોઇ મજબૂતાઇ નથી.
જોકે ગુજરાતીમાં ફરતા રહેવા માટે તેનાથી વિરોધાભાષી કહેવત છે: ફરે એ ચરે, બાંધ્યો ભૂખે મરે! દરેક અલગ અલગ પ્રસંગે ચોવકને બંધબેસતા કરવામાં આવે છે. દરેક બાબતને બે પાસા હોય છે. એવું કહેવા માટે ચોવક છે. ‘સિજ હિકડો ને પરછાઇયાં બે સિન એટલે સૂરજ મતલબ કે સૂરજ એક અને પડછાયા બે.’ અંગ્રેજીમાં કહીએ છીએ ને કે, ‘એવરી કોઇન હેન્ડ ટૂ સાઇડર્સ.
એક અત્યંત વ્યવહારુ ચોવક માણવા જેવી છે. “સવા લખ જે સોણેં કનાં રૂપિયો રોકડો ખાસો સોણેં એટલે સ્વપ્ન ખાસોનો અર્થ થાય છે સારો ચોવકનો અર્થ થાય છે: સવા લાખનાં દીવા સ્વપ્ન જોવા કરતાં એક રૂપિયો રોકડો સારો. ‘હાથે ઇ સાથે’ની માફક ખિસ્સામાં એક રૂપિયો હશે તો વાપરી શકાશે, પરંતુ સવા લાખનાં સપનાં ચલણ તરીકે વટાવી નહીં શકાય.