ચોવકોની ચોવટ!

ઇન્ટરવલ

કચ્છી ચોવકન-કિશોર વ્યાસ

ચોવકોની ચોવટ!
એક વાચક મિત્રએ, ચોવકોના આસ્વાદથી પ્રેરિત થઇ, કેટલીક ચોવકો, સમજવા માટે મોકલાવી હતી. કચ્છી
ભાષા અને ચોવક સાહિત્ય માટે હું તો કહું કે, “આપણામાંથી કોઇક તો જાગે તેમણે મોકલેલી પહેલી ચોવક છે: “લે લાલો ભરે હરદાસ. પણ આ કચ્છી ચોવક નથી, પણ અર્થ કરવો હોય તો, કોઇનું લેણું કોઇક ભરે તેવો અર્થ થઇ
શકે.
સવાલ એ થાય છે કે, જો એ કચ્છી ચોવક નથી તો, આ કચ્છીમાડુ પાસે આવી ક્યાંથી? મોકલનાર વ્યક્તિ મુંબઇમાં રહે છે. કેટલીય ભાષા અને બોલીના પરિચયમાં આવ્યા પછી, ગુજરાતી, હિન્દી, સિંધી કે અન્ય ભાષાની આવી કહેવતો કચ્છીમાડુ પણ બોલવા લાગે છે. જોકે તેથી એ ચોવક બની જતી નથી, પરંતુ એવો આભાસ જરૂર પેદા કરે છે.
તેમણે મોકલેલી બીજી ચોવક પૂર્ણપણે કચ્છી છે, જે ગુજરાતી ભાષામાં પણ વપરાય છે. તેમણે લખ્યું છે: ‘ઊઠ વળી ચ઼ડયા ઊકેળે.’ પણ, સાચી ચોવક આ છે અને આ
રીતે લખાય છે: “ઊઠ નેં વરી ઉકે઼ડે ચ઼ડયો ગુજરાતીમાં પણ બોલીએ છીએ: ‘એક તો ઊંટ અને ચઢયો ઉકરડે,’ બરાબર? હવે તેનો અર્થ અવો થાય છે કે, “કોઇ કુપાત્રના હાથમાં સત્તા આવવી!
તેમણે મોકલાવેલી એક ચોવકનું ગુજરાતીમાંથી કચ્છીકરણ થયું છે. કચ્છીમાં કે કચ્છમાં એ ચોવકનું મૂળ સ્વરૂપ જોવા નથી મળતું. “બાવે કે ન નાયજો ન નિચોવેજો. ગુજરાતીમાં મૂળ કહેવત છે કે, “બાવાને ન્હાવું શું ને નિચોવવું શું? કહેવત સ્વયં સ્પષ્ટ છે. એક ચોવક, તેમણે મોકલી છે, તેનું પણ ગુજરાતી ભાષાની કહેવતમાંથી કચ્છીકરણ થયું છે. “માલ ખાય મદારીને માર ખાય વાંદરો. શબ્દાર્થ એ છે કે, વાંદરો ખેલ કરતાં ચાબુકના ઘા ઝીલ્યો રાખે અને ખેલ કરાવનાર મદારી કમાણી પોતાનાં ખિસ્સામાં નાખે! પણ, અલગ અલગ સામાજિક સ્થિતિમાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. જેમ કે નોકરના પરિશ્રમનું ફળ શેઠને જ મળે છે!
“ઘરનો દાઝ્યો ગામ બાળે આ પણ કચ્છી ચોવક નથી. ‘દાઝ્યો’ શબ્દના બદલે કચ્છીમાં ‘બર્યો’ લખાય અને ગામના બદલે ‘ઘાટે’ લખાય! કોઇ સંજોગોમાં ‘ગામ’ શબ્દને અપનાવી લેવામાં આવે, તો પણ, કહેવતમાં કચ્છીયત ડોકાતી નથી. ‘ઘરનો દાઝ્યો ગામ બાળે’ એ ગુજરાતી કહેવત છે.
બહુ રસપ્રદ અને લાંબી કાવ્યાત્મક ચોવક તેમણે મોકલી છે કે: “મુંકે ચર્યો કરીજ, ખર્ચો કરીજ, ને નાણાં ડીઝ ઘચ, પોય જીં ચાં તીં થીંધી. કચ્છીમાં એક શબ્દનો ઉપયોગ થાય છે. “ચર્યો ખર્યો ગુજરાતીમાં તે “ગાંડો ઘેલો એ રીતે વપરાય છે. કોઇ ઇશ્ર્વર પાસે ઉસ્તાદીપૂર્વક પ્રાર્થના કરતાં કહે છે કે, “મને ગાંડો ઘેલો કરજે, ચાલશે, પણ મને અઢળક ધન આપજે. પછી, તું જો હું જે કહીશ એજ સત્ય હશે! સમાજ પર શ્રીમંતાઇને પ્રભાવની અહીં વાત કરી છે.પૈસો તિજોરીમાં ભર્યો પછી ‘અક્કલ’ ન હોય તો પણ ચાલે! છતાં પણ શ્રીમંતાઇના જોરે પોતાનું સત્ય સ્થાપિત કરી શકાય છે!
એમણે ઊંટ પર પૂછેલી એક ચોવક સમજાવતાં, ઊંટ પર કેટલીક ચોવકો છે, તે યાદ આવી ગઇ. રાજાની સવારી નીકળતી તેમાં ઊંટ સૌથી છેલ્લો રહેતો, એટલે એમ કહેવાતું કે “ઉઠ જો નગારો છેલ્લો એક જ અર્થ વાળી ‘ઊંટ’
વાળી બે ચોવક છે: “ઉઠેં તેં ઉતારાને ઘોડે તેં ઘર અને “ઉઠેં તેં ઉતારા, પુડેં તેં પલાંણ બંનેનો અર્થ એક જ થાય છે કે, કોઇ પ્રકારનાં કામ ઠેકાણાં ન હોવાં!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.