કચ્છી ચોવક સાહિત્ય એ પરંપરાગત સાહિત્ય છે

ઇન્ટરવલ

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

કચ્છી ચોવક સાહિત્ય એ પરંપરાગત સાહિત્ય હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે કારણ કે ચોવક સ્વરૂપનું નિરૂપણ પુરાણોમાં પણ જોવા મળે છે. સંસ્કૃત ભાષાના ખજાના સમાન પુરાણો (પુરાણો અઢાર છે)માં પણ: ‘સતાં સાપ્તપદં મૈત્રમ્’ એટલે કે સાત પગલાં સાથે ચાલનાર પણ મિત્ર બની જાય છે, તેવી કહેવતો વાંચવા મળે છે. જેને રસ પડે એવા મિત્રો, સ્કંદપુરાણના પ્રભાસ ખંડનો જરૂર અભ્યાસ કરે!
તો વળી કચ્છીભાષાના આદ્યપુરુષ મામૈદેવની આગમવાણીનો કેટલોક ભાગ પણ ચોવકમાં અદબથી ગોઠવાઈ ગયો છે. જેમ કે, ‘ખીર રોંધો ખથૂ઼ડી યેં.’ અહીં ખીર એટલે દૂધ, રોંધો એટલે રહેશે, ખથ઼ુડી (ખથૂરી) એટલે ગાડર અથવા કસ્તુરી. અહીં લોકો દૂધથી પણ વંચિત રહેશે તેવા ભાવમાં એ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું જણાય છે, એટલે અપ્રાપ્ય ‘કસ્તુરી’ એવો અર્થ કરવો યોગ્ય રહેશે.
એ જ રીતે મેકણદાદાની વાણીના પણ કેટલાક હિસ્સાએ ચોવકનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઉદાહરણ તરીકે, “ખારાંઈધલ ખપ્યા, મે઼ડધલ મુઠા. મહત્ત્વની વાત તો એ જાણવા મળે છે કે, વિશ્ર્વ વિખ્યાત નાટયલેખક શેક્સપીઅરનાં મોટા ભાગનાં નાટકોનાં નામમાં ચોવકો (કચ્છી નહીં હો!) ડોકાય છે. તો વળી કચ્છીભાષામાં એ કામ મારા પરમમિત્ર ડો. કાંતિ ગોરે કર્યું છે. કચ્છ યુનિવર્સિટીના એ પહેલા વાઈસ ચાન્સેલર હતા. તેમણે તેમના કચ્છી નાટયસંગ્રહ ‘મન જો મંચ’માં સમાવેલા ઘણા નાટકોમાં ચોવકોનો સંવાદ તરીકે ઉપયોગ કર્યો છે. એ રીતે ઘણાં કચ્છી વિદ્વાનોએ ચોવકોની સારસંભાળ લીધી છે!
તમે જોજો, ઘણા માણસો સોગિયાં ડાચાં લઈને જ ફરતા હોય છે. તેમને હસાવવા માટે આપણે સામેથી પૈસા આપીએં, તોય પાછા હસવામાં કંજુસાઈ કરે! કચ્છીમાં એવા જણ માટે ટકોરાબદ્ધ ચોવક છે: “ખિલેજા ય પૈસા ગિનણાં હસવું એ ટોનિક ગણાય છે. પણ ઘણા લોકોને એ પણ ન સદે! ચાલો જવા દો, ‘ન બોલવામાં જ સાર છે.’ અરે! આવી ગઈને કહેવત! ‘ન બોલવામાં નવ ગુણ’ તો કચ્છીમાં “ન કુછે મેં નોં ગુણ! અર્થ એવો નથી કે, કંઈ બોલવું જ નહીં! પણ ‘ન બોલવા જેવું, ન કહેવા જેવું, બોલવું કે કહેવું નહીં! હિન્દીમાં ‘સબસે બડી ચૂપ’.
ઘણી ચોવકોનો બહુરૂપી કે બહુઅર્થી પ્રયોગ પણ થતો જોવા મળે છે: “સો સૂવાવડં નેં હિક઼ડી કસુવાવડ હવે સીધો અર્થ તો એવો થાય છે કે, સો સુવાવડ સારી પણ એક કસુવાવડ સ્ત્રીના શરીર માટે અસહ્ય! ‘ઈઝી એબોર્શન’ના આ યુગમાં આ ચોવકનું અર્થઘટન તો બદલવું જ પડે! ચોવક તો સ્થિતિસ્થાપક છે. સો પુત્રોની માતા ગાંધારીએ પણ પ્રસૂતા બનીને ખાટલે સૂવું નહોતું પડ્યુ! સદ્નસીબે થયેલાં સર્જનનો, કુદરતના એક ફટકામાં નાશ થઈ જાય! કુદરતનો આ ફટકો એ ‘કસુવાવડ’!
પોતે કંઈક હોવાના અહંકારમાં રાચતા માણસો પર એક ચોવક પ્રચલિત છે: “આંઉ ન હુઈસેં ત પેણ્યા કૈં કે વા? જો હું ન હોત તો તમે કોને પરણ્યા હોત? આજે ‘આંઉ’ પણું, ‘હું’ પણું છે, તેની કોઈ દવા નથી, તેનો કોઈ ઉપચાર કે ઉપાય નથી. ચોવક જ એવું દર્શાવે છે: ‘આંઉ આંઉ જો ઓસડ નાંય! આવા ‘આંઉ એતરે અલ્લા’ માનનારા ‘આંઉ’ પણું ન છોડે તો આખરે ફસાઈ જાય. એવા પ્રકારના લોકો માટે એક ચોવક છે: “આઉં છડીયાં પણ ખથો ન છડે!ઉ

1 thought on “કચ્છી ચોવક સાહિત્ય એ પરંપરાગત સાહિત્ય છે

  1. One additional chowak about people who are legends in their own mind:
    Hoon ne wari halya; oth ne wari ukede chadya!
    Translation: Pehla to ghamandi hata, ane wadi ukarde chadya (They were already believing that they were somebody–a cut above the rest like a camel. On top of that now they have climbed up a garbage dump to project themselves to be taller (ie better) than the rest.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.