તળ ઊંડાં હોય છે, ચોવકની સગજનાં !

ઇન્ટરવલ

કચ્છી ચોવક – કિશોર વ્યાસ
મોટા ભાગે ચોવકો ટૂંકી હોય છે. પણ તેની અર્થસભર સાંકળ લાંબી હોય છે. વ્યવહારની, સલાહની, સમજદારીની, પ્રતિષ્ઠા સાચવવાની, ઉત્સવ ઉજવવાની, રીતભાતની, બુદ્ધિ ચાતુર્યની, આનંદની, મોજની, મસ્તીની… વગેરે. ખૂબ લાંબી છે, સલાહન સાંકળ, જીવનવ્યવહાર એકબીજા સાથે સંકળાતો જ જાય છે! પરસ્પર સંકળાયેલા જીવનમૂલ્યોનું આભૂષણ બની રહે છે, ચોવકો! મુશ્કેલ છે, તેનું મૂલ્ય સમજવું. શબ્દાર્થ સરળ હોય છે પણ ભાવાર્થની ગહનતાજ મહત્ત્વની હોય છે. વાંચો આ ચોવક: ‘ઢાગ઼ા કમાંઇ નેં ઘો઼ડા ખેં’ કેટલો સરળ લાગે છે તેનો શબ્દાર્થ! કે, ‘ઢગ઼ા કમાયને ઘોડા ખાય’! પરંતુ તેના અર્થનાં ઊંડાણમાં જઇએ તો, ભાવાર્થ એવો થાય છે કે, જેની આર્થિક હાલત નબળી છે. જે ગરીબ છે, તેનો તેના સગા-સંબંધીઓ પણ ગેરઉપયોગ કરે છે. સાથે ઉઠવા-બેસવાના બદલે ‘ઉઠક-બેઠક’ કરાવે છે! અહીં ‘ઢગા’ એટલે બળદ, ‘કમાંઇ’નો અર્થ થાય છે, કમાય તે, આમ ચોવક કહે છે કે, ઘાંચીના બળદ જેટલો પરિશ્રમ કરાવ્યા પછી પણ એવા ‘ઝીણા’ લોકોને સમાજ સ્થાન નથી આપતો, છેેેને? ચોવકનાં તળ ઊંડાં?
એવા જ સંદર્ભની બીજી પણ એક ચોવક છે કે , ‘ડુબરે ઢોર તેં બગ઼ાઇયૂં જિજીયું’ ખાસ કરીને જે ઢોર દૂધાળું હતું અને હવે અહાકત થઇ ગયું છે, તેના પર, જો તમે જોયું હશે તો ઘણી બગાઇઓ બેસે છે, એ ઢોરનું લોહી પી જઇને વધુને વધુ નબળું બનાવે છે. આ એક રૂપક છે. સમાજના એવા લોકોને અહીં ‘બગ઼ાઇઓ’ તરીકેની ઓળખ આપવામાં આવી છે. સમાજમાં જે વ્યક્તિ કે વર્ગ નબળા છે, તેમને વધુમાં વધુ તકલીફ આપવામાં આવે છે. શબ્દોના અર્થ સમજીએં તો, ‘ડુબરે’ એટલે દુર્બળ કે અશકત, ઢોરનો અર્થ પશુ થાય છે. ‘બગ઼ાઇઓ’ એક પ્રકારનું માખીથી પણ મોટા કદનું જંતુ છે અને ‘જિજીયું’ એટલે ઘણી, ઘણું કે ઘણા! ચોવક અદ્ભુત રીતે સમાજ સામે દર્પણ ધરીને, તેનો મૂળ ચહેરો કે સ્વરૂપ બતાવે છે!
જિંદગી કંઇ જંજાળ નથી, આપણે તેને જંજાળી બનાવીએ છીએ. જીવનમાં સદાચાર હોય તો, જંજાળ ક્યાંથી આવે? જે જવાબદારીઓને ન પહોંચી વળે તેના માટે જીવન જંજાળી બની રહે છે. જીવન તો તાવડી જેવું છે! એ ઘણું બધું માગે છે. ચોવક એવી છે કે, ‘તાવ઼ડી તેરો વાના ચહે. ‘તાવ઼ડી’ એટલે તાવડી! માટીનો તવો, ‘તેરોવાના’ તેર જેટલી સાધન સામગ્રી. પણ અહીં ‘ઘણું બધું’ એવા અર્થમાં, એ શબ્દનો ઉપયોગ થયો છે. જેમનાં ઘરમાં તાવડીનો ઉપયોગ થતો જેમણે જોયો છે. તેમને ખબર હશે કે, તાવડીને પણ નીચે તાપ સહન કરવો પડતો હોય છે, ત્યારે પહેલાં પોતે અને પછી રોટલો શેકાય! તાવડી તપાવવા ચૂલામાં પણ કેટલું બધું જોઇએ? રોટલા ખાવા માટે અને પરિવારને ખવડાવવા માટે જીવન પણ તાવડીની જેમ તપાવવું પડે છે!
જીવન છે, વિષમાતાઓ તો આવવાની જ, ગરીબોને એ વધારે સંતાપે છે. એ એક વિષમતા વટાવે ત્યાં તો બીજી તેનાં બારણાં ખટખટાવતી જોવા મળે છે. આવી સ્થિતિની ચોવક આ રીતે ઓળખ આપે છે: “ભૂખ વિઇ ને લાંધો આયો અહીં ‘લાંઘો’નો અર્થ થાય છે, લાંઘણ અથવા ન છૂટકે ભૂખ્યા રહેવું! એક પ્રકારની વિષમતામાંથી બહાર નીકળો ત્યાં બીજી તકલીફ આવીને ઊભી રહી જાય છે. ‘ભૂખ્યા રહેવું’ એજ સ્થિતિ હોવી જરૂરી નથી, એ માત્ર પ્રયોગ છે, પણ દિવસો દુ:ખીયા રહેવાની વાત છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.