છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. એવામાં આજે ફરી કચ્છ જિલ્લામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આજે સોમવારે સવારે 11.41 વાગ્યે રીક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 28 કિમી દૂર નોંધાયું છે. જાણકારોના માટે વધી રહેલી ભૂગર્ભીય હલચલને કારણે આ આંચકાઓ આવી રહ્યા છે. લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પંદર દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે તેના બીજી દિવસે ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર3.0ની તીવ્રતા નોંધાઈ હતી.
હજુ ગઈ કાલે જ સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે સવારે 11:54 કલાકે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા 2.8ની તીવ્રતાના ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભુકંપનુ કેન્દ્રબિંદુ 6 કિમીની ઉંડાઇ પર હતુ. આગાઉ 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ પણ ગીર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કચ્છની ધરા ફરી ધ્રૂજી: ફરી ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ફફડાટ
RELATED ARTICLES