Homeઆપણું ગુજરાતકચ્છ શાખા નહેરના ₹ ૫,૮૧૮ કરોડનાં કામો પૂર્ણ

કચ્છ શાખા નહેરના ₹ ૫,૮૧૮ કરોડનાં કામો પૂર્ણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: કચ્છ શાખા નહેર માટે અત્યાર સુધીમાં રૂ. ૫,૮૧૮ કરોડનો ખર્ચ કરીને કચ્છ જિલ્લાને પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં બ્રાન્ચ, પેટા શાખા, પમ્પિંગ સ્ટેશન, કમાન્ડ એરિયા વિસ્તારના વિકાસ માટેના કામો હાથ ધર્યો છે. આ ઉપરાંત દૂધઈ કેનાલ માટેના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ કેનાલ માટે ભૌગોલિક વિસ્તારને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેમાં સંપૂર્ણ અભ્યાસ બાદ યોગ્ય નિર્ણય લઈને સત્વરે કામ શરૂ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આરોગ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, કચ્છ એટલે પાણીની અછત ઘરાવતો જિલ્લો એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. તત્કાલીન મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત આયોજનના પરિણામે આજે કચ્છ જિલ્લો નવસર્જિત બનીને હરિયાળો બન્યો છે. છેક એકતાનગરથી લઈને કચ્છના મૂળકૂબા ગામ સુધી ૭૪૩ કિ.મીની લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી પહોંચતું થયું છે. તેમણે વધુ ઉમેર્યું હતું કે, કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ કેનાલ પર ત્રણ પંપિંગ સ્ટેશન પર અંદાજે ૧૮.૭૨ મીટરની ઊંચાઈએથી પાણી ઉદ્ધવહન કરીને પહોંચાડાય છે. કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા ત્રણ સ્થળે પંપિંગ સ્ટેશનનો બનાવ્યા છે જે પૈકી પંપિંગ સ્ટેશન-૧ અને પંપિંગ સ્ટેશન-૨ પ્રત્યેક ઉપર ૨૦ ક્યુમેકની ક્ષમતાના ૮ પંપ અને ૬ ક્યુમેકસની ક્ષમતાના ૩ પંપ રાખવામાં આવ્યા છે તથા પંપિંગ સ્ટેશન-૩ ઉપર ૨૦ ક્યુમેકસની ક્ષમતાના ૬ પંપ અને ૬ ક્યુમેકરની ક્ષમતાના ૩ પંપ રાખવામાં આવ્યા છે. જેની પાછળ રૂપિયા ૨૦૭.૨૩ કરોડનો ખર્ચ કરાયો છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -