આપઘાત પહેલા કુલદીપસિંહનો ભાવનાત્મક અંતિમ સદેશ, ‘પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા, IPS અધિકારીઓ પગાર વધારવા નથી દેતા’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: બુધવારની સવાર ગુજરાતના પોલીસ વિભાગ માટે આઘાત જનક સમાચાર લઈને આવી હતી. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ યાદવે પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે 12માં માળેથી કુદી જીવન ટૂંકાવી લેતા આઘાતની લાગણી છાવાઈ ગઈ છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘર સંસારના ક્લેશમાં પરિવારે સામુહિક આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત કરતા પહેલા કુલદીપસિંહે તેના મિત્રો અને પરિવારજનોને ભાવનાત્મક મેસેજ મોકલ્યો હતો, આ મેસેજ વાંચી સહુ કોઈની આંખ ભીની થઇ ગઇ છે. સાથે સાથે તેમને જણાવ્યું હતું કે પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા, IPS અધિકારીઓ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા નથી દેતા.
ગઈ કાલે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ગોતામાં આવેલા દિયા હાઇટ્સમાં 1201 નંબરના ફ્લેટમાં રહેતા કુલદીપસિંહના પરિવારે સામુહિક આત્મહત્યા કરી હતી મળતી માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે થતા ઝગડાને કારણે પરિવારે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું. પોલીસે તપાસ કરતા પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી નાનો મોટો ખટરાગ ચાલતો હોવાનું સામે આવ્યું છે. કુલદીપસિંહના બહેન અને બનેવીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. પરંતુ તે તકરાર કઇ બાબતે છે તે જાણવા મળ્યું નથી. કુલદીપસિંહના પરિવારનું કહેવુ છે કે સસરા દ્વારા થોડા સમય અગાઉ પોલીસની નોકરી છોડી તેના વતન ખાતે સ્થાયી થવા જણાવવામાં આવ્યું હતું. જેથી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે, પોલીસકર્મીના સાસરિયાઓ તરફથી કોઈ દબાણ કે અન્ય પરેશાની હતી કે કેમ.

કુલદીપસિંહનો ભાવનાત્મક અંતિમ સદેશ
કુલદીપસિંહનો ભાવનાત્મક અંતિમ સદેશ

કુલદીપસિંહે આપઘાત કરતા પહેલા પરિવારજનો અને મિત્રોને મેસેજ કર્યો હતો. નોટમાં તેમણે તેમના મમ્મી-પપ્પા, બાળપણના મિત્રો, પોલીસ મિત્રો, બહેન-બનેવી, વસ્ત્રાપુર પીઆઇ સાથેની યાદો વાગોળી હતી અને સૌનો આભાર માન્યો હતો.

કુલદીપસિંહનો ભાવનાત્મક અંતિમ સદેશ

તમને અંતે લખ્યું કે “ખુદા સે મેને દુવા માંગી દુવા મે અપની મોત માગી ખુદા ને કહા મોત મે તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લાંબી ઉંમર કી દુવા માગી” મારી દુવા માગવા વાળીને મારી સાથે લઇ જાઉં છું. જય યોગેશ્વર જય માતાજી અને જય દ્વરકાધીશ જય કષ્ટ ભંજન દેવ. પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા, IPS અધિકારીઓ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા નથી દેતા.
કુલદીપસિંહનો ફોન પેટર્ન લોક છે જે ખોલવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યાર બાદ વધુ માહિતી સામે આવી શકે છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.