Homeદેશ વિદેશકચ્છના બન્ની પંથકના માલધારી પરિવારોની હિજરત શરૂ: ઘાસ, પાણી અત્યારથી...

કચ્છના બન્ની પંથકના માલધારી પરિવારોની હિજરત શરૂ: ઘાસ, પાણી અત્યારથી જ ખૂટયાં

( અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છની આંતરરાષ્ટ્રીય ઓળખસમાં ભાતીગળ બન્ની પંથકમાં માર્ચ મહિનામાં જ ઘાસ અને પાણીની અછત ઊભી થતાં માલધારીઓએ પોતાના પશુધનને બચાવવા માટે અત્યારથી જ પરિવાર સાથે હિજરત કરવાનું શરૂ કરી દીધું છે.
બન્ની પંથકના શેરવા, સરાડા નાના અને મોટા સરાડા, સાવલપુર, રંભુવાંઢ, ભગાડિયા સહિતના ગ્રામ્ય પંથકોમાંથી આવા માલધારી પરિવારો હિજરત કરી પોતાના પશુધન માટે ઘાસચારાની શોધમાં નિરોણા, રતનાલ, કુકમા, ખેડોઇ, ચાંદ્રાણી, અંજાર જેવા મથકોમાં સ્થળાંતર કરી ગયા છે અને ખેતરના શેઠા-પાળા પર ઊગી નીકળેલા ઘાસચારા થકી માલધારીઓના પશુઓ ગુજરાન ચલાવી રહ્યા છે. સરાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ફકીરમામદ જતે દર વર્ષે ઊભી થતી આ સમસ્યા અંગે જણાવ્યું હતું કે, હિજરતથી માલધારી પરિવારોના બાળકોના ભણતર પર વિપરીત અસર પહોંચી રહી છે. નાના સરાડાના શિક્ષકોના જણાવ્યા અનુસાર માલધારીઓ પરિવાર સાથે હિજરત કરી જતાં ‘ગામઠી’ શાળાઓમાં હાલે ગણ્યાગાંઠ્યા છાત્રો જ અભ્યાસ માટે આવી રહ્યા છે. કચ્છમાં બાજરી, જુવારનો ચારો જિલ્લા બહારથી લઇ આવવો ગરીબ પશુપાલકોને આર્થિક રીતે પરવડતો નથી.
ઘાસચારા અને ખોળ-ભુસાના ભાવ પણ ખુબ વધી ગયા છે.
બન્ની પંથકના સરાડામાં પણ ઘાસચારાની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના પગલે માલધારીઓ પોતાના ઢોર, પરિવાર સાથે હિજરત કરી રહ્યા છે. સરાડા જૂથ ગ્રામપંચાયત હેઠળના ૪ ગામોમાં આશરે ૧૫ હજાર જેટલા દુધાળાં પશુઓ છે અને એ ચાર ગામોની વસતી ૪,૫૦૦ જેટલી છે, જેમાંથી અંદાજિત ૧૫૦૦ જેટલા માલધારી પરિવારો પશુધન સાથે હિજરત કરી ગયા છે અને હજુ વધુ સ્થળાંતર કરવાની તૈયારીમાં છે. નાના સરાડા ગામમાંથી પણ ૪૦ ટકા પરિવારો હિજરત કરી ગયા છે. સ્થળાંતરના કારણે માલધારીના મકાન, ભુંગા સુમસામ ભાસી રહ્યાં છે અને ગામમાં ગણ્યા-ગાંઠ્યા વૃદ્ધ, અશક્ત લોકો જોવા મળી રહ્યા છે.
હાલે જે રીતે ઘાસચારા અને પાણીની સમસ્યા છે તે જોતાં હજુ ઉનાળાનો કપરો સમય કઈ રીતે પસાર થશે અને આવી સંભવિત કપરી પરિસ્થિતિમાં પશુધનને કેવી રીતે બચાવવું તેની ચિંતા પશુપાલકોને સતાવી રહી છે. દરમિયાન માલધારીઓની શરૂ થઇ ગયેલી હિજરત અંગે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.જી. રામાનુજે જણાવ્યું હતું કે, બન્ની જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું મહદ અંશે પૂર્ણ થયેલા કાર્યને લઈને નવી પાઇપલાઇન દ્વારા કુકમા સંપથી નર્મદાનું પાણી છેક ઇન્ડિયા બ્રિજ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત વચ્ચે આવતા નાના-મોટાં સીમાવર્તી ગામો સુધી લોખંડની નવી બેસાડેલી પાઇપલાઇનમાં પણ પાણી ચાલુ કરી દેવાયું છે. જ્યાં પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇન નથી એવા દુર્ગમ વિસ્તારોમાંથી પાણી ન મળવાની ફરિયાદો ઊઠી રહી છે, બાકી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જ્યાં ૩૫૦થી ઊંટો રાખવામાં આવ્યા છે એવા ઊંટ ઉછેર કેન્દ્ર સુધી પાણીની અછત હાલ નથી તેવો દાવો આ અધિકારીએ કર્યો હતો. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -