વન નાઇટ સ્ટેન્ડ પછી પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી આ અભિનેત્રી

ફિલ્મી ફંડા

Mumbai: પોપ્યુલર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ (Sacred Games) માં કુક્કૂનુ પાત્ર ભજવીને લાઇમ લાઇટમાં આવેલી અભિનેત્રી કુબ્રા સૈત (Kubbra Sait) આજકાલ ચર્ચામાં છે.
તાજેતરમાં જ તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ તેની બુક open book: not quite a memoir લોન્ચ કરી છે. આ બુકમાં તેણે તેના અંગત જીવના વિશે અનેક ખુલાસા કર્યા છે.

આ બુકમાં તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે એકવાર વન નાઇટ સ્ટેન્ડ (One Night Stand) કર્યું હતું અને તે પછી તે પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી. એ સમયે તે 30 વર્ષની હતી. જોકે, એ વખતે તે મા બનવા માટે તૈયાર નહોતી. એટલે તેણે એબોર્શન કરાવી લીધુ હતું. આંદામાન ટ્રિપ દરમિયાન એક પાર્ટીમાં ડ્રિન્ક લીધા બાદ તે ઇન્ટિમેટ થઇ હતી, પરિણામે તે પ્રેગ્નેન્ટ થઈ હતી. કુબ્રાએ મહિલાઓના જીવન પર પ્રકાશ નાખતા કહ્યું છે કે 23ની ઉંમરમાં લગ્ન અને 30ની ઉંમરે બાળકો માટે મહિલાઓ પર જે દબાણ રહે છે તેનો કોન્સેપ્ટ હજુ તેને સમજાયો નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.