આત્મવિવાહ કરવાની જાહેરાત કરીને ચર્ચાનું કેન્દ્ર બનેલી વડોદરાની યુવતી શમા બિંદુએ આખરે પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે. આત્મવિવાહ કરાવવા માટે કોઇ પંડિત ન મળતા અંતે શમા બિંદુએ પોતાની જ જાતે જ લગ્ન કરી લીધા છે. એણે મોબાઇલમાં વીડિયો પ્લે કરીને મંત્રોચ્ચાર કર્યા અને પછી જાતે જ મંગળસૂત્ર પહેરીને સેંથામાં સિંદૂર પૂર્યું હતું. શમાના લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે સુભાનપુર રોડ પર આવેલા એક ભાડાના ફ્લેટમાં રહેતી શમાએ અગાઉ 11મી જૂનના રોજ આત્મવિવાહ કરવાની જાહેરાત કરી હતી.
એણે કહ્યું હતું કે હું મારી જાત સાથે મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ. જોકે, એ પછી ભારે વિવિદ થયો હતો, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા છે.
iI LIKE TO READ GUJARATI NEWS PAPER I GREW UP IN MUMBAI , SInce childhood I am reading Mumbai Samachar .